________________
મિથ્યાત્વને ગાઢ અંધકાર
[ ૧૧૭ જોઈએ. એ પામ્યા પછી સાચા-ટાને અને સુ-કુનો વિવેક કરી, કુને ત્યાગ કરવા માટે અને “સુને સ્વીકાર કરવા માટે સજજ જવું જ જોઈએ. એ વિના પરમશુદ્ધ એવા શ્રી જિન-ધર્મની પ્રાપ્તિ શક્ય નથી.
વિવેકને અપલા૫ ન કરો :
જે આત્માઓ પિતાને ધર્મના અર્થી તરીકે મનાવે છે અને તેમ છતાં પણ સાચા-ખેટાના તથા “સુ”—“કુના વિવેકથી દૂર રહેવાને ઈચ્છે છે, તે આત્માઓની વિષમદશા ખરેખર દયાપાત્ર છે. એક તરફ સત્યની પૂજાને દા કરે અને બીજી તરફ સાચા–ટાને વિવેક કરવાની અરુચિ બતાવવી એ ખરેખર દંભને જ સૂચવે છે. એવાઓને સત્યની પૂજાને દાવે, સાચા-ખેટાને વિવેક કરવાની તેમની અરુચિથી પાંગળા બની જાય છે અને દંભરૂપ પુરવાર થઈ જાય છે. જેઓ સત્યની પૂજા કરવાની ઉત્કટ અભિલાષા ધરાવે છે, તેઓમાં સાચા-ખોટાના વિવેકની અરુચિ હોઈ જ કેમ શકે?
શુદ્ધ દેવની ઉપાસના કરવાને ઇચ્છતે આત્મા સુદેવ અને કુદેવને વિવેક કરવાની ના પાડે, એ તો બનવાજોગ જ નથી. જેઓનાં જીવને દેથી દૂષિત હોય, જેઓના ઉપદેશે વિવેકહીન હોય અને જેઓની મૂતિઓ રાગાદિનાં ચિહ્નોથી કલંકિત હોય તેઓને દેવ તરીકે માનવાનું કે પૂજવાનું મન તે તેને જ થાય કે જે અઢાર દેથી રહિત, શુદ્ધ મેક્ષમાર્ગના પ્રરૂપક અને રાગાદિ ચિહ્નોથી અકલંકિત મુદ્રાવાળા શુદ્ધ દેવના સ્વરૂપ આદિથી અજ્ઞાત હાય. શુદ્ધ દેવના સ્વરૂપને જાણવાને દા કરનારે અશુદ્ધ દેવની ઉપાસનામાં પણ રાચે, તે માનવું કે-બિચારો ગાઢ મિથ્યાત્વના રોગથી રીબાતે આત્મા છે. શુદ્ધ દેવના સ્વરૂપ આદિથી જેઓ સુ–પરિચિત હતા અને સમભાવમાં જેઓ સદા ઝીલ્યા કરતા હતા, એવા પણ મહર્ષિઓએ સુદેવને અને કુદેવને ખ્યાલ આપતાં સ્પષ્ટ શબ્દોમાં ગાયું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org