________________
૨૭૬ ]
સમ્યગુદશન-૧ જ, જીવમાં જે શુભ પરિણામ પ્રગટે, તેનાથી જ પેદા થઈ શકે છે, અને એથી, એ પરિણામને જ “અનિવૃત્તિકરણ” તરીકે ઓળખવામાં આવે છે. એટલે, અનિવૃત્તિકરણ એ જ સમ્યક્ત્વ રૂ૫ આત્મપરિણામ પૂર્વેને અનન્તર એ કરણ એટલે કે આત્મપરિણામ છે.
અનિવૃત્તિકરણના કાળમાં જીવ કેવા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરે છે એ
સંબંધી કાગ્રથિક અભિપ્રાયઃ સમ્યક્ત્વ રૂપ આત્મપરિણામની પૂર્વેનો અનન્તર એ જે અનિવૃત્તિકરણ નામને પરિણામ, તે પરિણામના કાળમાં તે પરિમામ દ્વારા આત્મા કેવા પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એ હવે આપણે જોઈએ. અનિવૃત્તિકરણ દ્વારા, અનિવૃત્તિકરણના અન્તમુહૂર્ત જેટલા કાળમાં, આત્મા કેવા પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એના સંબંધમાં બે પ્રકારના અભિપ્રાયે પ્રવર્તે છે. એક કામચર્થિક અભિપ્રાય અને બીજે સિદ્ધાનિક અભિપ્રાય.
કાર્મગ્રન્શિક અભિપ્રાયે, અનિવૃત્તિકરણના કાળ દરમ્યાનમાં, અનાદિ મિથ્યાદષ્ટિ એ જીવ, અનિવૃત્તિકરણ દ્વારાએ એ કામ કરે છે કે એ કાળ દરમ્યાનમાં મિથ્યાત્વ–મેહનીયન જેટલાં દળિયાં ઉદયમાં આવે, તે બધાં દળિયાંને ખપાવી નાખે, એટલું જ નહિ, પણ અનિવૃત્તિકરણના અન્તર્મુહૂર્ત પછીના અમુહૂર્તમાં મિથ્યાત્વ મહનીયનાં જે દળિયાં ઉદયમાં આવવાના હોય, તે દળિયાની સ્થિતિને જે ઘટાડી શકાય તેમ હોય તે એ દળિયાંની સ્થિતિને ઘટાડી દઈને અને તે દળિયાંને એ અનિવૃત્તિકરણના કાળમાં જ ઉદયમાં લાવી દઈને, એ દળિયાંને પણ અનિવૃત્તિકરણ દ્વારાએ ખપાવી નાખે; પણ, પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વમેહનીયનાં દળિયાં એવા પણ હોય છે, કે જે દળિયાંની કાલસ્થિતિને એવી રીતે ઘટાડી શકાય તેવું ન હોય તે, એવાં હળિયાંની સ્થિતિને, એ જીવ પોતાના અનિવૃત્તિકરણના કાળ દરમ્યાનમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org