Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 535
________________ :૫૧] આ રીતે સમ્યગ્દર્શનને પામેલા એ આત્મામાં યથાશકય પાંચ પ્રકારનાં વિશિષ્ટ લક્ષણા પ્રગટે છે, પાંચ પ્રકારનાં દૃષણેથી એ સાવધ રહે છે, પાંચ પ્રકારના ભૂષણેાથી એ સમ્યગ્દર્શનને અલંકૃત કરે છે અને એ સમ્યગ્દર્શનના પ્રભાવે જ એ આત્મામાં બીજી અનેક પ્રકારની ઉત્તમતાઓ પ્રગટ થાય છે. એ આત્માને શ્રી જિનેશ્વરદેવના વચનામાં એવા તા અવિહડ વિશ્વાસ પેદા થાય છે કે જેના યેાગે એના પ્રત્યેક આત્મપ્રદેશ ઉપર“તમેવ સજ્જ નિલ'' 7' ઝિîદ્દિ વૈદ્ય”—એ પ્રકારના મુદ્રાલેખ કાતરાઈ ગયા હોય છે. અથ કામ એને હેય લાગે છે. સુખમાં એ લીન થતા નથી. દુઃખમાં એ દીન બનતા નથી. સુદેવ-ગુરુ અને સુધર્મ એની આંખ સામે સદાયે રમતા હાય છે. એ એને સદા પ્રશ'સક હેાય છે. પરિચય એ સદાયે ધસી જનાના જ કરે છે. મિથ્યાદષ્ટિએના પરિચયથી એ વિવેકપૂર્વક દુર રહે છે. સમ્યગ્દર્શનના પ્રત્યેક આચારને શક્તિ મુજબ આચરવા એ ઉદ્યસ્ત હેાય છે. એવા જીવ હમેશા સમ્યગ્જ્ઞાનના ઉપાસક હોય છે. તત્ત્વાતત્ત્વના વિવેક કરવા એ સદ્ગુરુ પાસે અનેક પ્રકારના પ્રશ્નો કરતા હાય છે, સદ્ગુરુ પાસે શાસ્ત્રાધ્યયન કરી શાસનમાં કે વિશ્વમાં આત્મહિતને સ્પર્શીતા જે જે પ્રશ્નો ઉપસ્થિત થાય તેની ચર્ચા-વિચારણા કરી યથાર્થ તત્વનિર્ણય કરવામાં એ સદા ઉદ્યમવંત હાય છે. એમ કરતાં કરતાં એ આત્મા દેવ-ગુરુ-ધર્મ અને ધમીજનાની સુંદર રીતે ઉપાસના કરી, ચારિત્રમાહનીયને! ક્ષયેપશમ સાધી, ચારિત્રધર્મને પ્રાપ્ત કરે છે અને જીવનભર નિર્મૂળ રીતે તેનુ' પાલન કરી, કેાઈ એવુ' નિકાચિત કર્મ પૂર્વે બંધાયેલુ' ન હાય તે, અલ્પ સમયમાં સર્વ કર્મોને ક્ષય કરી પરમપદના ભાક્તા બને છે. તમે પણ સૌ એ રીતે નિળ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી, શક્તિ હાય તા ચારિત્રધર્મના સ્વીકાર કરવા દ્વારા અને તેવા પ્રકારની શક્તિ ન હાય તા, એવી શક્તિ પ્રગટ થાય તે માટે સુંદર શ્રાવકધર્મ નું પાલન કરી આ માનવજીવનને સફળ બનાવી ભવાંતરમાં ચારિત્રધર્મ ને પ્રાપ્ત કરી, અલ્પ સમયમાં પરમપદના ભાકતા બને, એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540