________________
પ૧૪]
સમ્યગ્ગદશન–૧. પણ દેશવિરતિને પામી ચૂકેલા જીવોને, દેશવિરતિને પામેલા છે કરતાં પણ સર્વવિરતિને પામવાની ઈચ્છાવાળા જીવોને, સર્વવિરતિને પામવાની ઈચ્છાવાળા જીવો કરતાં પણ સર્વવિરતિને પામતા અને અને સર્વવિરતિને પામતા છ કરતાં પણ સર્વવિરતિને પામી ચૂકેલા જીવોને કમશઃ અસંખ્યય અસંખ્યય ગુણનિર્જર હોય છે. આથી એ વાત ખૂબ ખૂબ સ્પષ્ટ થાય છે કે–સર્વવિરતિમાં રહેલા પુણ્યવાન આત્માઓની અપેક્ષાએ અનાદિ મિથ્યાદષ્ટિ જીવ પ્રથમ સમ્યક્ત્વ પામતી વખતે જે નિર્જરા કરે છે, તે અસંથાત. ગુણ તે નથી જ, પણ અસંખ્યાત–ગુણહીન છે.
અનંત ઉપકારી મહાપુરૂષોએ આવી આવી વાતે સ્પષ્ટ શબ્દોમાં કરેલી હોવા છતાં પણ કોઈ તેવા પ્રકારના મહી, આગમથી સર્વથા વિરુદ્ધ વાતે આગમના નામે જવાય ત્યારે તેવી ઉન્માદી દશા માટે ખૂબ જ દયા આવે છે અને અન્ય ભદ્રિક તથા સત્યના અથી આત્માઓ અસત્યમાર્ગના ઉપાસક ન થઈ જાય—એ હેતુથી એવી અસત્ય વાતને પ્રતિકાર કરે, એ કોઈ પણ સ્વપરહિતકાંક્ષી સમર્થ આત્માને અનિવાર્ય ધર્મ થઈ પડે છે.
ક્ષાયિક સમ્યક્ત્વને પામવા જોગી ખંડ ક્ષપકશ્રેણિ પણ ક્ષાપશમિક સમ્યક્ત્વની ગેરહાજરીમાં કઈ પણ આત્મા માંડતે નથી આમ હોવા છતાં પણ “ક્ષાયિક સમ્યકત્વ પામવા માટે ક્ષાપશમિક સમ્યકત્વ પામવાની જરૂર નથી.-આવું અસત્ય સમજાવવું એ કંઈ પણ રીતે હિતાવહ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org