Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 534
________________ ઉપસંહાર : આ વિશ્વને પ્રત્યેક આત્મા સ્વભાવે નિર્મળ જ્ઞાન-દર્શન અને ચારિત્રને સ્વામી હોવા છતાં અનાદિકાલીન કર્મસંગના કારણે અનંતકાળથી મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શનને ગાઢ આવરણથી ઘેરા ચેલે છે. જ્યાં સુધી આત્મા ઉપરના એ આવરણે ખસે નહિ ત્યાં સુધી એની પ્રત્યેક પ્રવૃત્તિ મિથ્યાત્વ સહચરિત હોઈને ઊંધી દિશાની જ હોય છે. પરિણામે સુખને અથી એ આત્મા પોતાના સુખ માટેના જ પ્રયત્ન દ્વારા વધુ ને વધુ દુઃખ તરફ ધકેલાતું જાય છે. આમા ઉપર છવાઈ ગયેલે મિથ્યાત્વને આ અંધકાર પાંચ પ્રકારમાં વહેંચાયેલું છે. અનાદિકાલીન મિથ્યાત્વના ગાઢ અંધકારથી ઘેરાયેલે આત્મા રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિથી એ બંધાયેલ અને દૃષ્ટિરાગના બંધનથી એવો જકડાયેલ હોય છે કે–દેવ-ગુરુ-ધર્મના વિષયમાં એ કદી યથાર્થ વિવેક દાખવી શકતું નથી. અતત્વમાં તત્ત્વબુદ્ધિ અને તત્વમાં અતવબુદ્ધિના કારણે પગલિક ભાવોમાં અને સંસારની ક્રિયાઓમાં એને કઈ પણ પ્રકારને અધર્મ દેખાતું નથી અને આત્મહિતકર ધર્મક્રિયાએ એને નિરર્થક અને કંટાળા ભરેલી લાગે છે. કાલપરિપક્વતાના વેગે ભવ્યત્વ સ્વભાવ પ્રકટ થવાથી અને લઘુકમિતાના યોગે તેના આત્મા ઉપર છવાયેલા ગાઢ મિથ્યાત્વરૂપી અંધકારના ઓળા જ્યારે ઊતરવા માંડે ત્યારે, મિથ્યાત્વ મંદ થવાના કારણે જીવમાં મેક્ષભિલાષા પ્રગટે છે. આ પછી એને નિસર્ગથી કે સદ્દગુરુના ઉપદેશથી સમ્યગ્દર્શનની અનિવાર્યતાને બેધ અને તેને પ્રાપ્ત કરવાની તીવ્ર અભિલાષા પ્રગટે છે. જીવની આ બધી અવસ્થાને કાળ એ શુદ્ધયથાપ્રવૃત્તિકરણને કાળ છે. અનાદિયથાપ્રવૃત્તિ કરણ દ્વારા ગ્રથિદેશે આવેલ છવ એ શુદ્ધયથાપ્રવૃત્તિકરણ દ્વારાજ અપૂર્વકરણ પામે છે અને એ અપૂર્વકરણ દ્વારા એ ગ્રંથિને ભેદ કરે છે. તે પછી અનિવૃત્તિકરણ દ્વારા મિથ્યાત્વને ઉપશમ કરી અંતરકરણની સ્થિતિને પ્રાપ્ત કરે છે, જે વખતે એના પ્રત્યેક આત્મપ્રદેશ ઉપર સમ્યગ્દર્શનરૂપી સૂર્યને પ્રકાશ અત્યંત ઝળહળી ઊઠે છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540