________________
૪૨૮]
સમ્યગ્ગદશન-૧ સમ્યગ્દષ્ટિ જીવમાં રહેલા બે ભાના
કારણે તેને પાપબંધ અપ થાય છે ? મેરૂ જેવડા સુકૃતને પણ, તેના રસના અભાવથી કે તેનાથી વિપરીત કેટિના રસના સદ્દભાવથી તેના પ્રત્યેના સ્પષ્ટ કે અસ્પષ્ટ પણ અણગમાથી અને તેની નિન્દાદિથી જેમ અણુ જેવડું બનાવી દઈ શકાય છે; તેમ મેરૂ જેવડા દુષ્કૃત્યને પણ તેના રસના અભાવથી કે તેનાથી વિપરીત કટિના રસના સભાવથી, તેને પ્રત્યેના સ્પષ્ટ કે અસ્પષ્ટ પણ અણગમાથી અને એની નિન્દાથી, અણુ જેવડું બનાવી દઈ શકાય છે. તમે એ વાત તે કદાચ જાણતા હશે કે–મિથ્યાદષ્ટિ જીવ જે અમુક પાપને આચરે, તે તેનાથી મિથ્યાદષ્ટિ જીવને જેટલું પાપને બંધ થાય, તેટલો પાપને બંધ, તે જ પાપને આચરનારા સમ્યગ્દષ્ટિ જીવને થતું નથી, પણ સમ્યગ્દષ્ટિ જીવને તે એથી અલ્પબંધ જ થાય છે. આમ થવાનું કારણ શું છે? મિથ્યાદષ્ટિ જીવના કરતાં, સમ્યગ્દષ્ટિ જીવને અ૫ બંધ થાય છે, એવું શાસ્ત્રકાર મહાત્માઓએ ફરમાવ્યું છે, તે તે શું પક્ષપાતથી ફરમાવ્યું છે? સમ્યગ્દષ્ટિ છે પ્રત્યેના રાગથી અને મિથ્યાષ્ટિ જી પ્રત્યેના દ્વેષથી આવું ફરમાવ્યું છે? એવું તે નહિ જ ને? જો એમ નહિ, તે પછી આવું ફરમાવવાની પાછળ કઈ વાસ્તવિક હેતુ રહેલ હોવો જોઈએને? શાસ્ત્રકાર મહાત્માઓએ જે હેતુથી આવું ફરમાવ્યું છે, તે હેતુને જ ખાસ લક્ષ્યમાં લેવું જરૂરી છે.
સમ્યગ્દષ્ટિ જીવ, વસ્તુત: પાપને રાગી નથી હોતો, પરંતુ પાપના ત્યાગને રાગી હોય છે. પાપ પ્રત્યે એને અણગમે હોય છે, અને પાપને ત્યાગ એને ગમતું હોય છે. પાપ પ્રત્યે અણગમો હોવા છતાં અને પાપનો ત્યાગ ગમતું હોવા છતાં પણ, સમ્યગ્દષ્ટિ જીવને, તથાવિધ કર્મોદયજનિત સંગોના કારણે પાપ કરવું પડે, એ બનવાજોગ છે, જ્યારે પાપ પ્રત્યે અણગમે હોય અને તેમ છતાં પણ જ્યારે પાપ કરવું પડતું હોય, ત્યારે એ જીવના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org