Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 518
________________ સમ્યગશનનાં પ્રકીર્ણ કિરણે વિવેકશન્ય આત્મા જ દુર્ગતિનું આયુષ્યકર્મ બાંધનારે બને છે ૫૦ જેટલા આત્માઓ દુર્ગતિએ ગયા તે બધા જ વિવેક - વિનાના હોવાથી ગયા? ઉ૦ વાતને બરાબર તમે સમજ્યા નહિ. દુર્ગતિમાં જે આત્માઓ. ગયા, જાય છે, અને જશે, તે તે આત્માઓએ તે તે દુર્ગતિમાં જવાનું જે અયુષ્ય ઉપાર્યું, ઉપજે છે અને ઉપાર્જશે, તે તે આયુષ્યને બંધ સમયે તે તે આત્માઓ નિયમ વિવેકશૂન્ય હતા, છે અને હશે. દુર્ગતિમાં જવાનું આયુષ્ય ઉપાસ્યું, એને બંધ પડી ગયે અને પછી વિવેક પ્રગટયો, એ વાત જુદી છે પણ આયુષ્ય કર્મને બંધ પડ્યો ન હોય એ દશામાં વિવેક પ્રગટી જાય અને જીવનના અંત સુધી બરાબર ટક્યો જ રહે, તે તે આત્મા દુર્ગતિમાં જાય જ નહિ એટલું જ નહિ, પણ સદગતિમાં જ જાય એમ જ્ઞાનીઓ ફરમાવે છે. ક્ષાયિક સમ્યક્ત્વ છતાં નરકે કેમ? પ્ર. શ્રી તીર્થંકરદેવના આત્માઓ નરકે ગયા તે વિવેક શુ-ચ દશામાં ? - ઉ૦ જે સમયે નરકે ગયા તે સમયે વિવેકશૂન્ય હતા એમ નહિ, પણ જ્યારે એ આત્માઓએ નરકે જવાનું આયુષ્યકર્મ બાંધ્યું તે સમયે તે તે આત્માઓ નિયમ વિવેકશૂન્ય જ હતા; અન્યથા તે આત્માઓ દુર્ગતિએ જાત જ નહિ. શ્રી શ્રેણિક મહારાજા અને શ્રી કૃષ્ણ મહારાજા ક્ષાયિક સમ્યક્ત્વવાળા એટલે ક્ષાયિક વિવેકવાળા હેવા છતાં નરકે ગયા, ત્યાં જ્ઞાનીઓ સ્પષ્ટ જણાવે છે કે–“વિવેકશૂન્ય દશામાં, વિવેક પ્રગટતાં પૂર્વે જ શ્રી શ્રેણિક મહારાજ અને શ્રી કૃષ્ણ મહારાજ નરકે ખેંચી જનારા આયુષ્યકર્મને બાંધી ચૂક્યા હતા. જે વિવેક પ્રગટતાં પૂર્વે નરકે જવાના આયુષ્યકમને બાંધ્યું ન હોત, તે કદી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540