________________
સમ્યગ્દર્શનનાં પ્રકીણ કિરા
[ ૪૭૯
હૈયું ઊઘડયું હોય અને હૈયાને ઉઘાડુ' રાખ્યું હોય ત્યારે એ બને ને ?
હૈચુ' ઊઘડવુ એટલે શુ? શ્રી જિનાજ્ઞા પ્રત્યે સમર્પિત ભાવ પેદા થવા. “ કલ્યાણનું પરમ કારણુ એક માત્ર શ્રી જિનાજ્ઞાનું આરાધન અને જ્યાં શ્રી જિનાજ્ઞા નહિ ત્યાં સાચું કલ્યાણુ પણ નહિ.”—આવી બુદ્ધિ હાવી જોઇએ.
૫. ઉપબુ'હણા-શાસનમાં જે કેાઈ ગુણી હોય, શુદ્ધ ગુણના પૂજારી હાય, શુદ્ધ મા ના પ્રકાશક હોય, તેની સેવા, પ્રશંસા કરવી તે ઉપષ્ટ હુણા છે. ગુણવાનની પ્રશંસા કરતાં ગુણવાન ગુણુમાં આગળ વધે છે અને સાંભળનારા ગુણને પામે છે.
પ્રશંસા કેાની થાય?
પાંચમા આચાર ‘ઉપમ હુણા ’ છે. શાસનમાં જે કાઈ ગુણવાન હાય તેની ખુલ્લે દિલે, મુકત કંઠે પ્રશંસા કરવી. પ્રશંસા ગુણુની કરવાની છે, ગુણાભાસની નહિ. જે ગુણ પરિણામે સુંદર હોય તેની પ્રશંસા થાય. જે ગુણુ પરિણામે સુદર ન હેાય તેને મનમાં રખાય પણ પ્રશંસા તે ન જ થાય. ગુણાભાસની પ્રશંસા કરનારો ઉન્માની પુષ્ટિ કરનારા થઈ ને પરિણામે મિથ્યાત્વને વધારી સમ્યગ્દર્શનના ઘાતક પણ થાય છે. આ વિષયમાં મહામહાપાધ્યાય શ્રીમદ્ યશેાવિજયજી મહારાજા ફરમાવે છે કે
“ મિથ્યામતિ ગુણવણુના, ટાળેા ચાથા દોષ; ઉન્માગી ઘુણતાં હવે, ઉન્માગ ના પાષ.”
જેની મિથ્યાત્વની વાસના ખસી નથી, એવામાં કદી એકાદ ગુણુ દેખાય, એટલા માત્રથી તેની પ્રશંસા કરે તે એ પ્રશંસા કરનાર ઉન્માના પાષક બની જાય છે.
૬. સ્થિરીકરણ–ધમ પામેલા આત્માને પ્રભુમાગ માં વધુ સ્થિર કરવા એટલે કે તે સ્થિર થાય તેવાં શાસ્ત્રવિહિત ઉપાયા ચૈાજવા. શ્રી જિનેશ્વરદેવના ધર્મથી પડતા અગર શિથિલ થતા આત્માને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org