________________
સમ્મદદશનનાં પ્રકીર્ણ કિરણે
[૪૫૧ છીએ. સૂર્યની આગળ ઈલેક્ટ્રીક બત્તીને પ્રકાશ કાંઈ જ નથી, છતાં પણ ઈલેકટ્રીક બત્તી જે એકદમ સળગે તે આંખે તેજનાં અંધારાં આવી જાય છે. એ ઉપરથી વિચારો કે–સૂર્ય એકદમ પ્રગટે તે શું થાય? પણ સૂર્યને પ્રકાશ વિસ્તાર પામતાં પહેલાં અરૂણોદય થાય જ છે.
એ રીતે સમ્યગ્દર્શનનો પ્રકાશ પણ–આસ્તે આસ્તે થાય છે. સમ્યગ્દર્શન એકદમ કદી પ્રગટ થતું નથી. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ વગેરે પૂર્વાવસ્થાઓ સમજવા જેવી છે. આ બધી સામગ્રીઓને યોગ થે, એ પણ પહેલાંની અવસ્થા છે. સાધુને ચોગ થવે, તત્વ જાણવાની ઈચ્છા થવી, તત્ત્વની વાત સાંભળતાં આનંદ આવ, એ બધી સમ્યગ્દર્શનને પ્રગટવાની તૈયારીવાળી અવસ્થા છે.
- સાધુ કેને ન ગમે ત્યાગી સાધુ આવે ત્યારે અરુચિ થવી, તત્ત્વની વાત નહિ ગમવી, ત્યાગી સાધુ સંસારની કઈ પણ પ્રવૃત્તિમાં હાથ ન નાખે તેથી બેજારૂપ લાગવા, એ બધી સમ્યગ્દર્શન ગુણને આવરિત કરનારાં ગાઢ આવરણેની હયાતિની સૂચક અવસ્થા છે. કેટલાક નાસ્તિકને તે, સાધુને સમાગમ પણ ભડકાવે છે. સંસારની તીવ્ર આસકિતને પોષવાની બુદ્ધિવાળા આત્માઓ સાધુના પરમ હેવી હોય છે. સંસારને રાગ જેને ઓછો થયો હોય, તેને જ સાધુ આવવાના સમાચારથી આનંદ થાય,
સંસારને રાગ જેને ગાઢ હોય, તેને તે સાધુનું નામ સાંભળવા માત્રથી પણ દુઃખ થાય છે. સાધુના નામેશ્રવણથી પણ દુઃખ પેદા થાય, એ સંસારના ગાઢ રાગને જ સૂચવે છે ને? ખાવું-પીવું, પહેવું-ઓઢવું, અને અમન–ચમન કરવામાં જ આનંદ માન, એ પણ સંસારને ગાઢ રાગ છે. હાનિકર-વ્યસનાદિકની વૃદ્ધિ પણ સંસારનો આનંદ માણવાની વૃત્તિમાંથી જ થાય છે. આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org