________________
૪૬૪]
સમ્યગૂદન-૧. અભાવમાં કઈ પણ જાતને પ્રકાશ વસ્તુતઃ પ્રકાશ જ નથી. કારણ કે એના સિવાયના સર્વ પ્રકાશે, આત્માને વસ્તુતઃ અંધ જ બનાવનારા છે.” - એ સમ્યકત્વરૂપ “રત્નપ્રદીપને પ્રકાશ વિનાનું જ્ઞાન, ચારિત્ર, અને તપ, એ કઈ પણ પ્રકારે આત્માના મૂળ સ્વરૂપને પ્રગટ કરી શકે તેમ નથી. મુકિતને અથીએ એક ક્ષણ પણ આ “રત્નપ્રદીપ” વિના. રહેવું, એ પોતાના મુકિતના અર્થિપણાને નાશ કરવા બરાબર છે ? કારણ કે–એ “રત્નપ્રદીપ’ વિના વસ્તસ્વરૂપનું સાચું ભાન થઈ શકતું જ નથી. એ જ કારણે ચાર ચાર જ્ઞાનને ધણી અને દ્વાદશાંગિના સ્વયં પ્રણેતા શ્રી ગણધરદેએ પણ હૃદયમાં “તમેવ સરવં નિરહં ૩ નિહિં પરૂથે ”- “તેજ સાચું અને શંકા વિનાનું, કે જે શ્રી જિનેશ્વરદેએ પ્રવેદ્ય'આજ જાતિને નિરધાર કર્યો અને એ જ નિરધાર કરવાનું એકેએક કલ્યાણના અથી ભવ્ય જીવને ઉપદેશ્ય.
હવે વિચારે કે-શાસનના શિરતાજેન આ ઉપદેશને અવગણીને 'इस जमाने में आगोंको दूर रखो, अभी तो जमानाको देखो'આ પ્રમાણે કહેનારમાં આચાર્યપણું યા મુનિપણું કઈપણ રીતે ટકી શકે તેમ છે અને જેઓ આગમની આજ્ઞાની દરકાર રાખ્યા વિના યથેચ્છપણે લખી કે બેસી રહ્યા છે, તેઓ કોઈપણ રીતે પિતાની જાતને પ્રભુના શાસનમાં એક પણ ક્ષણ રાખી શકે તેમ છે ? વિચારને અંતે શુદ્ધ વિચારકોને કહેવું જ પડશે કે–નહિ જ, કે ઈપણ રીતે નહિ જ! તે એ જ કારણે પરમ ગીતાર્થ ગુરૂવર્યો દ્વારા એ ઉપદેશાય છે કે-દરેકે દરેક વસ્તુની પરીક્ષા આગમ દ્વારા જ થઈ શકે. જે મતિકલપના કે જમાનાદ્વારા જ વસ્તુની પરીક્ષા કરવી હેય તો તે જૈન કહેવડાવવાની જૈનમુનિ કહેડાવવાની કે જેનાચાર્ય કહેવડાવવાની જરૂર જ શી છે ? બાકી જૈન, જૈનમુનિ કે જૈનાચાર્ય કહેવડાવી, શ્રી જિનેશ્વર દેવના આગમની દરકાર ન કરવી અને ઈરાદાપૂર્વક તેનાથી વિપરીત. વિચારણદેશના અને આચરણ કરવી, એ તે ભયંકરમાં ભયંકર પાપચારિતા છે; એમાં કશી જ શંકા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org