________________
સમ્યગદશન-૧ વિચિકિત્સાદોષ છે. એને ન કરવી તે નિર્વિચિકિત્સા કહેવાય. જ્ઞાનીએ કહેલ અનુષ્ઠાનની સેવાનું ફળ ન મળે, એ બને જ કેમ? - ૪, અમદષ્ટિ–ચે આચાર “અમૂઢદષ્ટિપણું” છે. શ્રી જિનેશ્વરદેવે કહેલાં વચન દીર્ઘદ્રષ્ટિએ વિચારે, સુંદર અને સૂક્ષ્મ બુદ્ધિએ સમજે, વાતવાતમાં જેમતેમ ન બોલે, એ અમૂઢદષ્ટિતા છે. શ્રી જિનેશ્વરવિન શાસનને પામેલે આત્મા અમૂઢદષ્ટિ હોય મૂઢ એટલે મૂર્ખ અમૂઢ એટલે અમૂખ-વિચારક; જેની દષ્ટિ કઈ પણ વસ્તુમાં મૂંઝાય કે ગભરાય નહિ તે. એ મૂંઝાઈને કદી ધર્મથી ચૂકી ન જાય. એ દરેક પ્રસંગે વસ્તુને વસ્તુ સ્વરૂપે જુએ.
“પઢમં નાળ તો રા'—આનું તાત્પર્યત એ જ છે કે, દયા પાળવી હિય તે જ્ઞાનને ખપ કર. જેમ બાળા - આ વાક્યને ભાવ એ છે કે, અન્ન હોય તે પ્રાણ ટકે. પ્રાણ ટકાવવા માટે અન્નની જરૂર તે છે, પણ જેની પાસે અન્ન લેવા જાઓ તે એમ કહે કે “પ્રાણ આપે તે અન્ન આપું; માટે પ્રાણ આપે અને અન્ન લઈ જાઓ !” તે એને કહેવું પડેને કે –“ભાઈ! બને તેમ નથી. પ્રાણ ટકાવવા માટે તે હું અન્ન લેવા આવ્યો છું. હવે એ પ્રાણ જ તું લઈ લે, તે એ અન્ન મારે શા કામનું ? એ જ રીતે જે દયાના પાલન માટે જ્ઞાનની જરૂર છે, તે જ્ઞાન મેળવતાં દયા જ મૂક્વી પડતી હોય તે શું કરવું જોઈએ? એ વાત બરાબર વિચારે. દયાના રહસ્યને સમજનાર એમ જ વિચારે કે-જે દયાના પાલન માટે જ્ઞાનની જરૂર છે, તે દયા, જ્ઞાન પામતાં મૂકવી પડતી હોય તે એ જ્ઞાનને નવ ગજના નમસ્કાર. કઈ પણ ભવમાં એવું જ્ઞાન ન મળજે! દયા માટે જ્ઞાન છે. દયાની પ્રાપ્તિ અને પાલન માટે જ્ઞાન છે. એ જ્ઞાન મેળવવા જતાં દયાને જ હેમ કરે પડતે હોય, દયાનું જ ખૂન કરવું પડતું હોય તે એ જ્ઞાનને શ્રી જિનેશ્વરદેવને અનુયાયી સ્વપ્ન પણ કેમ ઈચ્છે ? આ જાતની વિચારણા કરવી એ અમૂઢદષ્ટિપણું છે.
ત્યાગ, સંયમ અને તપ એ એવી વસ્તુ છે કે એને જોઈને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org