________________
૪૫૬]
સમ્યગ્દર્શન-૧ તે એ સદા પ્રયત્નશીલ જ હોય છે, એના દ્વારા કરાતે દેશવિરતિ ધર્મને સ્વીકાર એ પણ સર્વવિરતિ ધર્મને પ્રાપ્ત કરવાના પ્રયત્ન પિકીને એક પ્રયત્ન જ છે.
સમ્યગ્દર્શન-ગુરુતત્ત્વનો
મૂળ આધાર ઃ - શ્રી સમ્યગ્દર્શન, એ નવપદો પિકીમાંના છઠ્ઠા પદ તરીકે નિયત થયેલું છે. એ એવી અજબ વસ્તુ છે કે-જેના વિના આચાર્ય આચાર્ય નથી કહેવાતા, ઉપાધ્યાય ઉપાધ્યાયપદ સ્થિત નથી રહી શકતા અને સાધુ સાધુતા નથી સાચવી શકતા. એ ત્રણે પદોને મૂળ આધાર, આ સમ્યગ્દર્શનને આશ્રયીને રહે છે. સમ્યગ્દર્શનને છોડીને આચાર્ય ઉપાધ્યાય કે સાધુ જે પતે ત્રીજે, ચોથે કે પાંચમે પદે રહેવાની આશા રાખતા હોય, તો તે આશા આકાશકુસુમ જેવી છે.
સમ્યગ્દશનનો પ્રભાવ : સમ્યગ્દર્શન વિના શ્રી સિદ્ધિપદની પ્રાપ્તિ શક્ય નથી. શ્રી અરિહંતદેવના વચન ઉપર અવિહડ પ્રેમને જાગૃત કરનાર પણ સમ્યગ્દર્શન જ છે. સમ્યગ્દર્શન, સંસારમાં પણ શ્રી સિદ્ધિપદના સુખની ઝાંખી કરાવે છે. એ ઝાંખીના ગે સમ્યગ્દષ્ટિ આત્માને ઋદ્ધિસિદ્ધિથી ભરપૂર દેવલોક પણ તુચ્છ ભાસે છે. સમ્યગ્દર્શનને વેગે સમ્યગ્દષ્ટિ આત્માને શ્રી જિનેશ્વરદેવની પ્રત્યેક આજ્ઞા પ્રત્યે સદાયે બહુમાન હોય છે. સમ્યગ્દષ્ટિ આત્માને શ્રી જિનવાણીના શ્રવણને ગુણ સમ્યગ્દર્શનને વેગે અજોડ બની જાય છે. સમ્યગ્દષ્ટિના જીવનની કેઈપણ પ્રવૃત્તિ સામાન્ય રીતે, અનાયાસે પણ, આજ્ઞાથી વિપરીતપણે થઇ જતી નથી. શ્રી જિનેશ્વરદેવેએ ઉપદેશેલા વિરતિધર્મ પ્રત્યે તેને રાગ એટલે બલવત્તર બની જાય છે કે રાગના ચગે વિરતિ વિનાનું જીવન, એ આત્મા માટે રસહીન બની જાય છે.
સમ્યગ્દષ્ટિમાં સાચી આસ્તિકતા સ્વભાવ રૂપ : - સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યગ્દર્શનના ગે સુદેવ અને સુગુરુની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org