________________
૪૪૮ ]
સમ્યગદર્શન-૧ જ કિંમતી જીવનને બરબાદ કરી રહ્યા છે, એમ ઉપકારી મહાપુરુષે સ્પષ્ટપણે ફરમાવે છે.
આત્મગુણ : આત્મા એ દ્રવ્ય છે; અને એ જેમ ગુણહીન હોઈ શકતું નથી, તેમ એના ગુણ પણ જડના ગુણ જેવા હોઈ શકતા નથી. આત્માને એ પણ એક ગુણ છે કે એક સ્થાનમાં રહ્યો પણ તે સારાય જગતના ત્રણે કાળના ભાવેને જાણી શકે. બાહ્ય ચક્ષુ પણ એક જગ્યાએથી અનેક પદાર્થોને જોઈ શકે છે, તે આત્મા જ્ઞાનચક્ષુ દ્વારા ત્રણેય લોકમાં અને અલકમાં રહેલા ત્રણેય કાળના ભાવને જાણી શકે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. આટલા માટે જ કહેવાય છે કેઆત્માને ગુણે એ કઈ સામાન્ય વસ્તુ નથી.
સત્ર આત્માના ગુણેમાં ફેરફાર થાય છે કે નહીં?
ફેરફાર પ્રતિસમયે થાય છે, કારણ કે વર્તમાનકાળની વસ્તુ ભૂતકાલીન સ્વરૂપ થાય છે અને ભવિષ્યની વસ્તુ વર્તમાનકાલીન સ્વરૂપ બને છે. આમ છતાં પણ વસ્તુ વસ્તુસ્વરૂપે તે કાયમ જ રહે છે. એ પ્રકારે સિદ્ધ આત્માઓના જ્ઞાનાદિ ગુણેમાં વસ્તુઓના પરિવર્તનને કારણે ફેરફાર થયા કરે છે એમ કહેવાય, પણ સિદ્ધાત્માઓ કદી જ ગુણરહિત બની જતા નથી.
આવરણે જશે ત્યારે ? એક સમયમાં ત્રણે કાળ સંબંધી સારી દુનિયાનું જ્ઞાન કરનાર આત્માને જ્ઞાનગુણ છે. એ ગુણ અત્યારે આવરણથી દબાયેલો છે. આત્મા છે, આત્મા અનન્તગુણી છે અને અનન્તગુણ એવો પણ આત્મા આવરણથી આવરિત છે, એ ત્રણેય વસ્તુઓ અનાદિ સિદ્ધ છે. હવે એ આવરણમાંથી જ્યારે અમુક અમુક આવરણે જશે ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટશે, અને અમુક અમુક આવરણે જશે ત્યારે સમ્મચારિત્ર પ્રગટશે. એ ત્રણેયને રોગ થશે ત્યારે આત્મા અપૂર્વ રિતે તરવા લાગશે અને તરતાં તરતાં કિનારે આવી જશે એટલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org