________________
૩૭૪]
સમ્યગુદશન-૧ સફળ બનાવનાર અનુકૂળ માર્ગ શ્રી જિનેશ્વરદેએ ઉપદે છે, છતાં પણ એના આરાધક ઓછા હતા, ઓછા છે અને ઓછા રહેશે, એનું કારણ શું ? આ અનુકળ માર્ગ છતાં આટલો ભેદ કેમ ? દુનિયાના જે પ્રાણીઓને આ શાસ્ત્ર સાંભળવા મળ્યું નથી, દુનિયાનાં જે પ્રાણીઓ આ શાસ્ત્રને જાણતા નથી, દુનિયાનાં જે પ્રાણીઓ આનાથી દૂર છે, તેમની વાત જુદી છે. તેઓ શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપથી અજ્ઞાત હોય; શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા શી તે ન જાણતા હોય; શ્રી જિનેશ્વરદેવે દર્શાવેલ મોક્ષમાર્ગ કયે તેની તેમને ગમ ન હોય, આ શાસન શું, આ શાસનની આરાધના કેમ થાય, આ શાસનને પામેલાએ શું કરવું જોઈએ, મેક્ષ કોને કહેવાય, મેક્ષને ઉપાય છે, એ બધી વાતેથી તેઓ અપરિચિત હોય એમ બને ? પરંતુ જેઓ એમ કહે છે કે–અમે શ્રી જિનેશ્વરદેવના સેવક છીએ, અમે શ્રી જિનેશ્વરદેવને માનનારા છીએ, તેઓ એ બધું સામાન્યપણે પણ જાણે નહિ અને એને શક્તિ મુજબ અમલ કરે નહિ, તે એ શું કહેવાય?
તે જ સાચું અને શંકા વિનાનું –એ કથન અંતરમાં વાસ્તવિક રૂપે
હેાય તો ઊંચી દશા : અમે શ્રી જિનેશ્વરદેવના સેવક છીએ.”—એમ કહેનારા એવું પણ કહે છે કે-“અમે માત્ર બહારથી કહેનારા નથી, પણું હૃદયથી કહીએ છીએ.” તેઓ કહે છે કે તે જ સાચું અને તે જ શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેએ ઉપદેશ્ય. કઈ એમ કહેતે આવે કે- “તમારા જિનેશ્વરે અમુક કહ્યું તે ખેટું છે અને તેની સામે આ કદાચ દલીલ ન પણ કરી શકતા હોય, સામાના કથનને ખોટું પુરવાર ન પણ કરી શકે, તેય એ કહે કે
ભલે, હું તને દલીલથી સમજાવી શકતું નથી, પણ તે જ સાચું અને તે જ શંકા વિનાનું, કે જે શ્રી જિનેશ્વરદેવેએ ઉપદેશ્ય, એ નક્કી વાત છે.” આ દશા પણ જે વાસ્તવિક હય, તે એ સામાન્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org