________________
સમ્યગ્દષ્ટિની અવસ્થા
૪૦૫ ગ્લાનિ કેટલી હોય? વિચારી જુઓ કે તમે શકિત મુજબ ધર્મ કરે છે? આજે તે લગભગ એ દશા છે કે-શકિત છે તેટલી ભાવના નથી, ભાવના છે તેટલે પ્રયત્ન નથી અને પ્રયત્ન છે એટલે રસ નથી. આજે ઘણાઓની આ દશા છે. ધર્મનું કામ આવે, ધર્મનું કામ સાંભળે એટલે ઝટ શિથિલતા આવે અને બજારનું કામ આવે તે ઝટ ઉત્સાહ આવે, ન હોય ત્યાંથી શક્તિ આવે, એ શાથી? રાગ હોય તે ઝટ ઉત્સાહ આવે છે અને રાગમાં શિથિલતા હોય તે કામમાં શિથિલતા આવતાં વાર લાગતી નથી. આત્માને પૂછજો કે–અર્થ અને કામ હેય લાગ્યા છે માટે માંદલ માંદલે પણ બજારમાં દોડે છે? અને ધર્મ ઉપાદેય લાગે છે માટે ધર્મનું કામ સાંભળતાં, ધર્મક્રિયા કરવાની વાત આવતાં શિથિલતા અનુભવે છે? ઉત્સાહ ધર્મમાં છે કે સંસારમાં છે, એ વિચારવા જેવું નથી? છે જ, અને વિચારવા ગ્ય નથી વિચારતું માટે જોઈને લાભ થતો નથી.
ધર્મ નથી થતો તે શકિત નથી
માટે કે જેઈતી રૂચિ નથી માટે? ત્યારે વિચારે કે-શકિત નથી માટે ધર્મ થતું નથી કે ધર્મની રુચિ જેવી જાગવી જોઈએ તે જાગી નથી માટે ધર્મ થતું નથી? અર્થકામની પ્રવૃત્તિમાં ઉત્સાહ આવે, જેમ આવે, ન થાય તે બળતરા થાય, પથારીમાં પડ્યા પણ એના વિચારો આવે, માણસને મેકલીને પણ એ પ્રવૃત્તિ ચાલુ રાખવા બનતું કરે અને ધર્મમાં? ધર્મ ઉપાદેય છે, આ જીવનને પામીને ધર્મ ન કર્યો તે ધર્મની આરાધના માટેના ઉત્તમ સાધનને પામવા છતાં કમનસીબ રહેવાના, અર્થકામ હેય છે અને તે છતાં એમાં મશગૂલ રહી ધર્મને આરાધતા નથી એ હજુ આપણું દુર્દશા છે, એમ પણ થાય છે? ખૂબ વિચાર કરીને નકકી કરો કે-ધર્મ નથી થતે એ શકિત નથી માટે કે જોઈતી રુચિ નથી માટે ? રુચિ પ્રગટાવવા પ્રયત્ન કરે, પણ “શક્તિ નથી”—એવી ભ્રમણામાં ન તણા, શકિત ન હોય પણ હૃદયમાં રુચિ હોય તે ધર્મની આરાધના કદાચ ન પણ થઈ શકે અને અર્થકામ છૂટે નહિ, તે છતાં પણ આત્માને આરાધના ન થાય એનું દુઃખ કદી જ ન થાય એમ ન બને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org