________________
૩૦]
' સમ્યગૂજન-૧ ચિત્ત જે મોક્ષસુખમાં ચે તો સંસારસુખને
ભગવાન છતાં એમાં પૂરું ચેન અનુભવે નહિ તમને આ વાતને ખ્યાલ આપવાને માટે, કયું ઉદાહરણ આપવું? અન્ય રમણીમાં જેનું ચિત્ત ચોંટી ગયું છે, એવા પુરુષની કેવી હાલત થાય છે? એ પુરુષનું ચિત્ત જ્યાં સુધી અન્ય રમણીમાં ચુંટયું નહોતું, ત્યાં સુધી એ પિતાની રમણીમાં જે આસક્ત રહેતું હતું, તે આસક્ત તે પછી તે પોતાની રમણીમાં રહે ખરો ? અન્ય રમણી કે જેમાં તેનું ચિત્ત ચુંટયું છે, તેને મેળવી શકાતી ન હોય, તેને વેગ સાધી શકાતું ન હોય, તે પણ એ પિતાની રમણીના સહવાસમાં પહેલાં જેવું ચેન અનુભવતું હતું, તેવું ચેન અનુભવે ખરા ? રહે છે પિતાની રમણીની જોડે, સેવે છે પિતાની રમણીને, છતાં પણ એના મનમાં વાસ અન્ય રમણને છે, એટલે એ પોતાની રમણીની સાથે વિષયસુખ ભેગવે તેય બેચેન તે રહ્યા જ કરે ને ? એ જ રીતે, મેક્ષસુખને જેને ખરેખરો ખ્યાલ આવી જાય અને એથી જેનું ચિત્ત એ સુખમાં ચોંટી જાય, એ જીવ સંસારસુખને ભેગવે તેય તેમાં તે બેચેન તે રહ્યા જ કરે. આ છે વિરાગ.
શ્રી રાવણના ચિત્તમાં જ્યાં સુધી સીતાજી વસ્યાં નહોતાં, જ્યાં સુધી સીતાજીમાં શ્રી રાવણનું ચિત્ત ચુંટયું નહોતું, ત્યાં સુધી પિતાની પટ્ટરાણ મંદોદરી તથા અન્ય પિતાની રાણીઓના યુગમાં એમને જે ચેનને અનુભવ થતું હતું, તે ચેનને અનુભવ એમનું ચિત્ત સીતાજીમાં ચુંટયા પછી એમને થયે નહે. ચિત્ત ચેપ્યું સીતાજી ઉપર, એટલે વિરાગ ઊપજે મંદોદરી આદિ તરફ ! તે એટલે સુધી કે–શ્રી. રાવણે મંદોદરીને પણ કહ્યું કે જા તું મને જીવાડવાને ઈચ્છતી હોય તે તું સીતાજીને સમજાવ કે–એ મારી બને ! શ્રી રાવણને મદદરી આદિ પ્રત્યે વિરાગ પ્રગટો, એટલે શ્રી રાવણે આવું કહ્યું, જ્યારે મંદોદરીમાં શ્રી રાવણ પ્રત્યે એને એ રાગ હતું, તેથી પતિવ્રતા સતી એવી પણ મંદોદરી, સીતાજીને એવું સમજાવવાને ગઈ કે તું મારા સ્વામીની બને, તે હું તારી દાસી થઈને રહું !'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org