________________
સભ્યશૂદન-૧ અજ્ઞાનથી જ- છેતરાઈ રહ્યા છે, માટે તેઓ એમ કહે છે.” આવે વિચાર અને પ્રચાર કરનારાઓ, સમ્યક્ત્વવાળા જીવોની અને શ્રી જિનવચનાદિની પણ આશાતના કરવાના પાપમાં પડે છે, એ વાતને તમારે સમજી લેવી જોઈએ કે જેથી તમે એવા કોઈ પાપમાં પડતાં અચી શકે . માટે, આ પ્રશ્ન કરનારે ઠીક જ પ્રશ્ન કર્યો છે, એમ કહેવું જોઈએ.
અનીતિને ખરાબ જાણનારે અને માનનારો
પણ અનીતિને આચરનારે હેઈ શકે છે? તમે આ બાબતને બરાબર વિચાર કરી શકે. અને આ બાબતને તમે સારી રીતે સમજી શકે, એ માટે તમે એ વિચારો કે-નીતિ તમને કેવી લાગે છે? અને, અનીતિ તમને કેવી લાગે છે? નીતિથી વિરુદ્ધ વર્તવું એ ખોટું છે, અનીતિને આચરવી એ બેટું છે એવું જે કંઈ જાણતા અને માનતા હોય, તેઓની આ વાત છે.
તમે “નીતિથી વિરુદ્ધ વર્તવું એ ખોટું છે તથા અનીતિને આચરવી એ બેટું છે, એવું જાણે પણ છે અને માન પણ છે.”—એમ હું માની લઉં ને ? એવું જાણવા અને માનવા છતાં પણ, તમે નીતિથી વિરુદ્ધ એવું કોઈ આચરણ કરે છે ખરા? અને, અનીતિને આચરે છે ખરા ? એટલું જ નહિ, પણ નીતિવિરુદ્ધ આચરણ કરવામાં તમે જે સફળ નીવડે અથવા તે અનીતિને આચરવામાં તમે જે સફળ નીવડે, તે તમે આનંદને ભાવ અનુભવે છે ખરા? તમે આમાં “ના”નથી કહી શકતા, તે સમજવું શું ? નીતિ આચરવા લાયક નથી અને અનીતિ આચરવા લાયક છે–આવું જ તમે જાણે છે અને માને છે, એમ માની લેવું? ના, વસ્તુતઃ એમ નથી. નીતિવિરુદ્ધ આચરણ, અનીતિનું આચરણ તમે કરે છે અને એમાં સફળ થતાં તમે આનંદ પણ અનુભવે છે, છતાં પણ તમને તમારું એ આચરણ પણ ખટક્યા કરે છે અને એમાં તમને જે આનંદ ઊપજે છે તે પણ ખટક્યા કરે છે, એમ મને લાગે છે.
રાક એ જ લિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org