________________
સમ્યગ્દશનની ભૂમિકા
[ ૧૮ સમજ એના હૈયે હશે કે નહિ ? આ હૂંફની વાત ચાલે છે. મંત્રીશ્વરના હૈયે અને મંત્રીશ્વરની પત્નીના હૈયે શાની હૂંફ હતી ? દેવપૂજા વગેરે એકાગ્ર મને શાંતિથી કરવામાં તેની હૂંફ હતી ? મંત્રીપણુ વગેરેની? દુન્યવી ઋષિ-સિદ્ધિની ? કે ધર્મની ? હૂંફ તે ધર્મની જોઈએ ને? અને ધર્મની હૂંફ હોય તો જ માણસ જે ધર્મ કરે તે સારી રીતે કરી શકે.
સ, એટલે આપ શ્રીમંતને બિચારા કહે છે ? - ઘર, પેઢી, એ વગેરે ઠીકઠાક છે એની હૂંફ જીવનારા શ્રીમંતે પણ બિચારા જ ગણાય ને ? બાકી તે, ધર્મ જેને હૈયે વસ્યો હોય, તેને તે થાય કે-એ બધું પુણ્યાધીન છે. એ રહે કે જાય, પણ ધમ રહેવું જોઈએ. અવસરે એ એવું વિચારે કેકદાચ ધર્મ કરતાં બધું ચાલ્યું પણ જાય તેય વધે છે ? એવો અશુભેદય આવે તે એમેય બને ! અશુભેદય આવે તે ધર્મ છોડવા છતાં પણ ધન વગેરે જાય એવુંય બને ને ? એટલે, એ તે સમજે કે ધર્મ છે તે બધું છે. ધર્મને જ એ સાચું વિત્ત માને.
ધર્મના પ્રતાપે મંત્રીશ્વરને રાજા પણ સારો મળ્યો છે. બીજે ત રાજા પાસે જઈને કહે છે કે-મંત્રીશ્વરનાં પત્નીએ કહ્યું છે કે-મંત્રીશ્વરને દેવપૂજામાં હજુ બે ઘડી એટલે સમય લાગશે. આ સાંભળીને પણ રાજા કોપાયમાન થતું નથી. એક તરફ રાજાને એમ થાય છે કે-મંત્રીશ્વર દેવપૂજામાં કેવા લીન રહેતા હશે ? અને, બીજી તરફ રાજાને મુહૂર્ત સાચવવાની ભારે ઉસુક્તા છે. આથી રાજા જાતે જ મંત્રણ કરવા મંત્રીકવરના ઘરે જવાને તૈયાર થઈ જાય છે. આવે છે એ મંત્રીશ્વરના ઘરે. સાથેના પરિવારને બહાર રાખીને, રાજા એકલા જ ઘરમાં જાય છે. રાજાને ખુદને આવેલા જેઈને પણ મંત્રીશ્વરની પત્નીને જરાય ગભરામણ થતી નથી. ત્યાં તે રાજા પોતે જ બધાને કહી દે છે કે-“આવ્યો છું એની જાણે કેઈ એ પણ મરીવરને કરવી નહિ !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org