________________
૨૬૨]
સમ્યગ્ગદશન-૧ નહિ; એને તમારે વિચાર કરવો જોઈએ જે તમારે તમારી ભાગ્યશાળિતાને સફળ કરવી હોય તે તમારે આ વિચાર અવશ્ય કરવો જોઈએ.
હવે આપણે અપૂર્વકરણ સંબંધી વિચાર કરીએ. આપણે જોઈ આવ્યા કે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પણ જીવના પુરુષાર્થની અપેક્ષા રાખે છે અને શુદ્ધ યથાપ્રવૃત્તિકરણને પામેલે જીવ પોતાના પુરુ ષાર્થના બળે જ અપૂર્વકરણને પ્રગટાવી શકે છે. તમારી કમર્થીિ ભેદાઈ ન હોય, તો પણ એ કર્મ ગ્રથિને ભેદવાની તમારી ઈચ્છા તે ખરી ને ? જેમને પોતાની કર્મ ગ્રથિને ભેદવાની ઈચ્છા હોય, તેમને પોતામાં અપૂર્વકરણને પ્રગટાવવાની ઈચ્છા પણ હોય જ ને? ત્યારે, એ વિચાર કરીએ કે–જીવની કર્મ ગ્રથિને ભેદી નાખે એવે. એ અપૂર્વકરણ, વરૂપે કેવો હોય ? કર્મગ્રંથિ એ પણ આત્માના પરિણામ સ્વરૂપ છે અને એ કર્મગ્રંથિને ભેદનારે જે અપૂર્વકરણ નામને અધ્યવસાય હોય છે, તે પણ આત્માના પરિણામ સ્વરૂપ હોય છે; એટલે, પરિણામ દ્વારાએ જ પરિણામને ભેદવાની વાત છે.
કર્મન્થિ રૂપી આત્મપરિણામ તે આત્મામાં રહેલે જ છે. અનાદિકાલથી એનું અસ્તિત્વ છે. હવે એ અનાદિકાલથી આત્મામાં અસ્તિત્વને ધરાવતા પરિણામને જીવે ભેદવા છે. ત્યારે, એ માટે જીવે શું કરવું જોઈએ? પિતાના પુરુષાર્થથી જીવે તામાં જ એવા પરિણામને પેદા કરવા જોઈએ, કે જે પરિણામ, કર્મશથિ રૂપી જે આત્મપરિણામ છે, તે પરિણામના સ્વરૂપથી તદ્દન વિપરીત કેટિના સ્વરૂપવાળે હોય; એટલું જ નહિ, પણ કર્મચન્થિ રૂપી જે પરિણામ, તે પરિણામની જે તીવ્રતા, તે તીવ્રતાથી પણ અધિક તીવ્રતાવાળે, એ કર્મગ્રન્થિરૂપી પરિણામથી વિપરીત કોટિને પરિણામ હોવું જોઈએ.
આમ આપણે ત્રણ વાતે નકકી કરી. તેમાં, પહેલી વાત એ કે-કર્મગ્રન્થિ રૂપી આત્માના એક પ્રકારના પરિણામને, આત્માના જ અન્ય પ્રકારના પરિણામ વડે ભેદવા છે. હીરાને કાપ હય, તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org