________________
૨૭૨ ].
સમ્યગૂદન-૧ શકાય નહીં. મેક્ષને અભિલાષ પ્રગટ્યા પછી તે ઘણા કાળ પર્યતા પણ અપૂર્વકરણ પ્રગટે નહીં એ શક્ય છે. અપૂર્વકરણ તે, મેક્ષના સાચા ઉપાય સંબંધી હોય. અપૂર્વકરણને પામવાને માટે, “રાગ, અને શ્રેષના ગાઢ પરિણામ એ આત્માની કેટલી બધી ખાનાખરાબી કરી નાંખી છે.—તેને જ્ઞાનીઓનાં વચનો અનુસાર, ઊંડાણથી વિચાર કરવો જોઈએ, કે જેથી જીવને એમ જ થઈ જાય કે-“ખરેખર, મેળવવા લાયકત એક મેક્ષ જ છે.” પછી મેક્ષના ઉપાયનું ચિંતન કરવું જોઈએ – ક માર્ગ એ વસ્તુતઃ મેક્ષમાર્ગ હોઈ શકે, તેને સારાસારના વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવને એ તારકેના યથાર્થ સ્વરૂપમાં પિછાનવાનો પ્રયત્ન કર જોઈએ, કે જે પ્રયત્નના યોગે આત્મામાં સ્વતઃ એવી સ્કૂરણ પ્રગટે કે–ખરેખર આવા તારકે એ દર્શાવેલ મેક્ષમાર્ગ, એ જ સાચે. મેક્ષમાર્ગ હોઈ શકે. અને આ સિવાય બીજો કોઈ પણ માગ એ મોક્ષમાર્ગ હોઈ શકે જ નહીં. દેવ તે જ હોઈ શકે, કે જે શ્રી વીતરાગપણને અને સર્વગ્રપણાને પામેલા હોય. ગુરૂ તે જ હોઈ શકે, કે જે વિષય-કષાયની સાધનાથી વિરામ પામીને શ્રી વીતરાગ અને સર્વજ્ઞ ભગવાને ફરમાવેલા મેક્ષમાર્ગને સાધવામાં જ એકતાન હોય. અને સાચે ધર્મ પણ તે જ હોઈ શકે, કે જે શ્રી વીતરાગ અને સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાથી પ્રતિબદ્ધ હોય- આ સિવાયના સઘળાય દેવ એ કુદેવ, આ સિવાયના સઘળાય ગુરુ તે કુગુરુ અને આ સિવાયના સઘળાય ધર્મ તે કુધર્મ. મારે મેક્ષ જોઈએ છે માટે મેક્ષના અર્થ એવા મારે કુદેવાદિને સર્વથા ત્યાગ કરવો જોઈએ. વિષય અને કષાયની આધીનતામાંથી મારે છૂટવું જ જોઈએ અને કેમે કરીને મારે તેનાથી સર્વથા મુક્ત પણ બનવું જોઈએ. એ માટે આ સંસારમાં એક જ ઉપાય છે અને તે શ્રી વીતરાગ અને સર્વજ્ઞ ભગવાને કહ્યો તે જ. આવી આવી વિચારણાઓથી જીવ, અપૂર્વકરણને ઘણું જ સહેલાઈથી પામી શકે, એ નિઃસંદેહ બીના છે.
અપૂર્વકરણને પ્રગટાવવાને આ ઉપાય છે. ભગવાન શ્રી જિનેશ્વર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org