________________
૧૨૦ ]
સમ્યગ્રદશન-૧
ભગવાનની
આજ્ઞા સામે જેવું : સંસારના દરેક કામમાં તમે પાપનો ગ છે માટે કરવું પડે છે.” એમ કહે તેય તમને ગાંડામાં ગણી કાઢે એવું પણ બને. એવા સંસારના શિખીને ગાંડા કહે તેમાં નુકસાન શું ? ઊલટું, તમે પાપને વેગ સમજીને પાપને વેગ બેલતા થઈ જશે, તે તમારું આજુબાજુનું સાંસારિક વર્તુલ ઓછું થઈ જશે. એથી તમને ધર્મ કરવાને, તત્વ સમજવાને, તત્ત્વ સ્વરૂપનું ચિન્તન કરવાને વધુ સમય મળશે. આપણને બીજા સારા કહે, શાણું કહે, એવું સાંભળવાની વૃત્તિને તજી દે. આજે ઘણુ માણસે સ્વાર્થ માટે મેંઢે સારું કહે છે ને પાછળ ભૈડુ બોલે છે.
. કેટલાક સુખી માણસને એવી કુટેવ પડી ગઈ હોય છે કેજ્યાં ને ત્યાં તેમને એમની વાતમાં “હા” કહેનારા જોઈએ. એવાઓને પુણ્ય હોય તે સ્વાથી હાજીયા મળી રહે, પણ એમાં એમને કેટલું બધું નુકસાન થાય? બિચારો કષાયમાં દેડ્યા કરે. ડાહ્યો તે વિચાર કરે કે-શું બધું જ હું સારું કરું છું ? નહિ; તે, મને જેમાં ને તેમાં આ હાજી હા કેમ કહે છે? પણ કષાયને અતિ પરવશ પડેલા અને એ વિચાર આવતું નથી. આપણે તે ધર્મ ધર્મરૂપે કરવો છે. એટલે, આત્માની સામે જેવું; ભગવાનની આજ્ઞા સામે જેવું. સમ્યકત્વ એ ભગવાનની આજ્ઞામાં પૂરી શ્રદ્ધા રૂપ છે. એ ૫માય તે પણ આ જનમ સફળ થઈ જાય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org