________________
૨૧૮]
સમ્યગ્રદર્શન- માણસ આવી ભૂલ કરે ? ધર્મક્રિયા કરે અને ધર્મનું ફળ જાય–એવી. રીતે ડાહ્યો માણસ ધર્મ કરે ? માટે, ધર્મના ફળ તરીકે બીજી કેઈ પણ સાંસારિક અભિલાષા રાખવી નહિ. અને, ધર્મ જોઈએ. માટે હું ધર્મ કરું છું, એવું નક્કી કરી લે !
સાધુપણુને પામવાની ભાવના જોઈએ ?
સંપૂર્ણ ધર્મ તે સાધુપણુમાં જ. ઊંચામાં ઊંચી કેટિને ધર્મ પણ સાધુને જ સર્વવિરતિધર ધમી અને દેશવિરતિધર ધમધમી. પૂરા ધમી સાધુપણું વિના ન બનાય. તમારેય. બનવું છે પૂરા ધમ, પણ શરૂઆતમાં શું કહેવાનું ? પહેલાં સમ્યક્ત્વ પામવું છે એમ બેલશે, તે વિદનેય ઓછાં આવશે. આજે કોઈ પૂછે કે-“મંદિરે કેમ જાવ છે? સાધુ પાસે કેમ જાવ છે ?” અને. જે તમે કહે કે-“મનમાં એમ છે કે દેવ પાસે જતાં જતાં અને ગુરુ પાસે જતાં જતાં સંસારનો સંગ છૂટી જાય અને સાધુપણાને પામી જવાય તે સારું !' તે સગા-સંબંધિઓ કદાચ તમને રેકવાને પ્રયત્ન કરશે. દેવ-ગુરુ પાસે જવામાંય વિન્ન કરશે. ધર્મ કરતાં મનમાં રાખવું કે-શક્તિ આવી જાય તે સાધુપણાને પામ્યા વિના રહેવું નથી, પણ હમણું કહેવું એમ કે–સમ્યફત્વ પામવું છે ! સમ્યફવને નિર્મળ બનાવવું છે ! આવું બેલશે તે એકદમ વિદ્ધ નહિ આવે.
બાકી, સમ્યકત્વને પામવાની સાચી ભાવનામાં, સાધુપણને પામવાની ભાવના પણ હોય જ. સંસારના સંગને તજવાની ભાવના વિના, સંસારનો સંગ તજવા જેવો જ છે એવું લાગ્યા વિના, સમ્યક્ત્વ આવે નહિ અને, એ ભાવનાથી વિપરીત ભાવના આવતાં સમ્યક્ત્વ ટકી શકે નહિ. માટે કહે કે હવે તે પહેલે પુરુષાર્થ અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org