________________
ર૩૦ ].
સમ્યગદર્શન-૧ એની કાળજી રાખવી તથા અશુભ પરિણામ પ્રગટે તે પણ તે તીવ્ર બને નહિ એની કાળજી રાખવી; અને, શુભ તથા શુદ્ધ પરિણામ બન્યા રહે એની કાળજી રાખવી તેમજ શુભ તથા શુદ્ધ પરિણામને ખૂબ ખૂબ તીવ્ર બનાવવા પ્રયત્ન કર્યા કરે. આત્મા જેમ જેમ ગુણસમ્પન્ન બનતે. જાય છે, તેમ તેમ તેને કર્મને બંધ શુભ રૂપમાં થવાનું વધતું જાય છે અને અશુભ રૂપમાં થવાનું ઘટતું જાય છે, તેમ જ, તેની નિર્જરાનું પ્રમાણ પણ વધતું જાય છે.
કર્મસ્થિતિ ઘટયા વિના
પ્રન્થિદેશે પહોંચાય નહિ અનાદિકાળથી કર્મસન્તાનથી વેષ્ટિત જીવને પણ જે દુર્લભ એવું. સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તે તે કયા ક્રમે પ્રાપ્ત થાય છે, તે સમજવા જેવું છે. જે જીવે દુર્લભ એવા સમ્યગ્દર્શન ગુણને પામે છે, તે જેને માટે સૌથી પહેલું જે બને છે, તે એ બને છે કે–તેઓનાં કર્મોની સ્થિતિ ખૂબ જ ઘટી જવા પામે છે. એમાં, આયુષ્યકર્મ સિવાયનાં સાતેય પ્રકારનાં કર્મોની રિથતિ ખપીને ઘટી જવા પામે છે અને એ સાતેય પ્રકારનાં કર્મોની રિથતિ ઘટીને એટલી હદ સુધી ઘટી જાય છે કે–એ સાતમાંનું કઈ પણ કર્મ, એક કટાકેટિ સાગરોપમની રિથતિથી અધિક સ્થિતિનું તે રહેવા પામતું જ નથી; અને, જે એક કેન્ટિકેટિ સાગરોપમ જેટલી કર્મની રિથતિ શેષ રહી, તે સ્થિતિમાંથી પણ ડીક રિથતિ, એટલે કે એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ ખપી જવા પામે છે. પિતાની કમરિથતિની આટલી હદ સુધીની લઘુતાને પામેલા જીવને ગ્રન્થિદેશને પામેલ છવ કહેવાય છે.
જ્યાં સુધી જીવનાં આયુષ્યકર્મ વિનાનાં જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની એક કટાકેટિ સાગરોપમ પ્રમાણુ કાળથી અધિક કાળની જે સ્થિતિ, તે સ્થિતિ ખપી જવા પામતી નથી અને એટલી સ્થિતિ ખપી ગયા પછીથી પણું બાકી રહેલી જે એક કટાકેટિ સાગરોપમની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org