________________
સમ્યગ્દર્શનની ભૂમિકા
[ ૨૧૫
આવ્યા હતા. તેમાં કેટલાક અજના પણ આવ્યા હતા. વ્યાખ્યાનમાં સંસાર પાપરૂપ છે, એ વાત તેા આવે જ ને ? ત્યારે મેં કહ્યું હતુ કે સંસારમાં રહેવું પડે ને સંસારનાં કામ કરવાં પડે તેાય તે રસથી કરવાં નહિં અને સસારને વધારનારાં કામમાં બની શકે તા ભાગ લેવે! નહિ. તમે સંસારના કામમાં રસ નહિ બતાવા અને તમારું' ચાલે ત્યાં સુધી તમે સ'સારના કામમાં ભાગ નહિ લા તે કદાચ તમારા સ્નેહી-સંબધીએ તમને ગાંડા કહેશે. પણ જ્યારે એ તમને ગાંડા કહે ત્યારે સમજો કે-હવે મારામાં ધર્મ આવવા માંડયો.’ આવી વ્યાખ્યાનમાં કહેવાયેલી વાત, એક સામાન્ય સ્થિતિના જૈનેતર માણસને જચી ગઈ અને તેણે સંસારના કામમાં ઉપેક્ષા બતાવવા માંડી.
કરેલુ કે આજે લગ્નનુ કામ પતી
એ સંસારમાં રહેલા એટલે ઘરનાં જરૂરી જણાતાં કામ કરે ખરા, પણ બધાને લાગે કે-આને આમાં રસ નથી ! એમ કરતાં કરતાં એને ઘરે લગ્નના પ્રસંગ આવ્યે. એને થયુ કે આ તા સંસારને વધારનારા પ્રસંગ ! મારે શું કામ આમાં ભાગ લેવા જોઈએ ? ’ એટલે, એ તા એના મકાનના ત્રીજે માળે ચડી ગયેા અને બારણાં અંદરથી બંધ કરીને બેસી ગયા. એણે નક્કી આપણે કાંઈ ખાવુંય નથી અને પીવુંય નથી. જશે પછી નીચે ઊતરીશું.' પણ સગા-સંબધી છેડે ? સૌ એને ખેલાવવા લાગ્યા. બારણાં ખખડાવી બૂમ પાડવા લાગ્યા. પણ આ તા એક જ કહે કે- આવા પાપના કામમાં મારે ભાગ લેવા નથી. ’ બધાએ બહુ બહુ કહ્યું, પણ આણે બારણું ન ઉઘાડયું તે ન જ ઉઘાડયુ.. એટલે બધા કહે કે—– ગાંડા થઈ ગયા છે ગાંડા, ચાલા આપણે.’ આમ કહીને બધા નીચે ગયા, પણ આ તે એ સાંભળીને એટલે બધે આનન્દમાં આવી ગયા કે નાચવા જ માંડયો ! એને એમ થઈ ગયું કે આ બધાએ મને ગાંડા કહ્યો, એટલે પેલા મહારાજ કહેતા હતા તેમ મારામાં ધર્મ જરૂર આવવા માંડયો ! હવે હું ધર્મ પામવાના !' લગ્ન પતી ગયું એટલે એ નીચે ઊતર્યાં અને રાજની જેમ વર્તાવા લાગ્યા, પણ
આ ગાંડા થઈ ગયા છે.’
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org