________________
૧૨૨ ]
સમ્યગદર્શન તથા શ્રી જિનમંદિરને પણ પ્રાણવાન બનાવતાં શ્રી જિનબિંબે પ્રત્યે પિતાની દષ્ટિને મીઠી બનાવવી જોઈએ. તારણહાર તીર્થભૂમિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનબિંબને સર્જનાર, સેવનાર અને સુરક્ષિત બનાવનાર પુણ્યાત્માઓ પ્રત્યે બહુમાનયુક્ત પ્રશંસા કરનારા બનીને પોતાની જાતને પણ તેવા પુણ્યાત્માઓની હરોળમાં મૂકવાની સુંદર ભાવનાઓ સેવવી જોઈએ. એવી જ રીતે બીજા પણ ધર્મસ્થાને તથા સઘળી ધર્મક્રિયાઓ પ્રત્યે બહુમાનવાળા બનવું જોઈએ. તેમ જ ધર્મકિયાઓને આચરનારાઓને જોઈને તેઓ પ્રત્યે બહુમાનવાળા બનીને તેઓની પ્રશંસા કરવા સાથે “તે ક્રિયાઓને હું પણ કરું” એવી ઈચ્છા જન્મ, એવી મનવૃત્તિને કેળવવાનો પ્રયાસ કરવું જોઈએ. . એક તરફ એમ પણ કહેવું કે–તીર્થયાત્રાઓ, શ્રી જિનબિંબનાં દર્શન-પૂજન–વન્દનાદિ, સદ્દગુરુઓની સેવા, સામાયિક, પ્રતિકમણ, પૌષધ, દેશવિરતિ, તથા સર્વવિરતિ અને તપ-જપ એ વગેરે ધર્મકિયાએ નકામી છે અને બીજી તરફ પોતાને સમ્યગ્દર્શનના સ્વામી માનવા તથા મનાવવા છતાં એ ક્રિયાઓથી તેમ જ એ ક્રિયાઓની ભાવનાઓથી પણ પરવારી બેસવું એ સૂચવે છે કે—કઈ પણ નિમિત્તના ગે ધર્મક્રિયાઓ પ્રત્યે જ છેષ ઉત્પન્ન થઈ ગયા છે. એવા પણ કૃપણ આત્માઓ હોય છે કે–પિતાને દાન દેવાનું ન ગમતું હોય એટલા જ માટે દાનથી અમુક અમુક નુકસાન થાય છે એમ કહે છે પણ પિતાની જાણમાં છે એવા પણ પિતાના તીવ્ર અર્થલોભને કબૂલ કરતા નથી. ધર્મક્રિયાઓના સંબંધમાં પણ આવું બને, માટે એવાઓની વાતે જે જરાય અસરકારક લાગે તે સદ્દગુરુઓની પાસેથી તેને ખુલાસે અવશ્ય મેળવી લેવો જોઈએ.
અસલ તે બુદ્ધિશાળી આત્મા એવી વાતેની અસરમાં આવે જ નહિ. એવાઓની વાતેની અસરમાં આવવું એને અર્થ એ છે કે-ધર્મક્રિયાઓનું વિધાન કરનારાં શ્રી જિનાગને તથા શ્રી જિનાગમને અનુસરતાં અન્ય શાસ્ત્રોને પણ ખાટાં માનવાને તૈયાર થવું તેમ જ તે તે ગ્રન્થના પ્રણેતા પરમર્ષિએને પણું મિથ્યાષ્ટિ માનવાની બેવકૂફી આચરવી. આટલી વાત ધ્યાનમાં રહે તેય એવા એની વાતેની અસરમાંથી સહેલાઈથી બચી શકાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org