________________
૧૪૪ ]
સમ્યગુદર્શન-૧ બોધિને પામેલે તે દુઃખમાં પણ મુખથી અધિક સુખી રહેવાય એવી ઈચ્છાવાળા હોય છે :
તમારા ખાવા-પીવા-ઓઢવા વગેરેની, તમારી ધન-દોલતની સાધુ જે ચિન્તા કરે, તે કહેજો કે–“આ કામ આપે વળી ક્યાંથી ઉપાડી લીધું? આ સંસારમાં પડેલા જીવોમાં રોટી, બંગલે, પૈસા, ધંધા વગેરેની ભીખ કેણ નથી માગતું? એવી ભીખ તે અમે અનાદિકાળથી માગતા આવ્યા છીએ અને એના ભીખારી હોવાના કારણે તે સંસારમાં અમે અનો કાળ રખડ્યા કર્યું છે; માટે મહેરબાની કરીને તમે અમારે માટે ય એ બધાની ભીખ માગશે નહિ ! આ ભીખ માગતાં માગતાં તે અમે પામર બની ગયા, અને આપની પાસે ય આ ભીખ મંગાવીએ, તે અમારું થાય શું? આપને જે અમારા ઉપર ઉપકાર કરવો હોય તે કરો એવું કેઆવી ભીખ માગવાનું અમારું દુઃખ સદાને માટે મટી જાય અને અમને એવું સમજાવી દો કે-આવી આવી ચીજ તરફ નજર રાખી માટે તમે દુઃખી થયા છે, માટે હવે આવી ચીજો તરફ નજર કરવાનું પણ મૂકી દો અને દુઃખને પણ સુખ ભોગવી લે ! એમ આપ અમને એવા બનાવી દો કે–અમે અમારા કર્મો આપેલા દુઃખમાં સુખથી પણ અધિક સુખી રહીએ, અમારી પાસે કાંઈ ન ભાળે એટલે લેક અમને કંગાલ કહેતા હોય, તે વખતે ય અમે હૈયાથી અમારી જાતને મહા-શ્રીમંત માનીએ ! કારણ કે–લેક જેમને શ્રીમંત કહે છે, તેવાને અમે મહા-કંગાલ તરીકે પણ દેખ્યા છે.”
- શ્રીમંતેમાં ખરી રીતે કેવા કેવા કંગાલે હોય છે, એ શું તમે નથી જોયું ? પણ તમારે ય એવા શ્રીમંત થવાને મને રથ છે, એટલે એ કંગાલપણું તમારી નજરે આવતું નથી. બાકી બેધિને પાલે તે કહે કે એ બિચારાઓ જાણતા નથી કે ખરી શ્રીમંતાઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org