________________
મિથ્યાત્વની મંદતા
[ ૧૪૩ કણ? સમ્યગ્દષ્ટિ એના એ અવાજને સાંભળી શકે છે. એટલે એ એમાં ફસાતે જ નથી. પણ પિતાની મુક્તિની જે સાધના–તેમાં એ એને ઉપયોગ કરે છે. માટે એને માટે એ મંગળરૂપ બની શકે છે. વસ્તુતઃ સંસાર એ મંગળરૂપ નહિ, પણ જેને એને ઉપયોગ કરતાં આવડે, એને માટે સંસારે ય મંગળરૂપ બની શકે અને એ જ રીતે અ ને માટે તે શુદ્ધ મંગલ પણ અમંગલ જેવું બની જવા પામે.
બાધિ અને બોધિની ઇચ્છાની હાજરી વિના સુખ હાનિ કરે
સંસારની સારી સામગ્રી મળવી એ પુણ્યાધીન છે. પુણ્યવાનને માટે સારી ચીજો મળવી એ મુશ્કેલ નથી; પણ સંસારનું કઈ પણ સુખ બોધિની ગેરહાજરીમાં મળે એવું ઈચ્છવા જેવું નથી, સંસારના સુખની સામગ્રી જે બોધિની અગર બેધિ પામવાની ઈચ્છાની ગેરહાજરીમાં મળે, તે તે પ્રાયઃ આત્માના હિતને બગાડનારી બને છે, અને બેથિની અગર બેધિને પામવાની ઈચ્છાની હાજરીમાં એ સામગ્રી મળી જાય તે એ આત્માના હિતને સુધારનારી બની જાય છે. સમ્યગ્દષ્ટિને લક્ષ્મી મળે, તે એ લક્ષ્મીની કાંઈ કિંમત નથી, એમ એ બતાવી શકે. કેવી રીતે એ લક્ષ્મીની કિંમત કાંઈ નથી એવું બતાવે? કપડાં–લત્તાં સારાં પહેરીને ? ના. ઉદારતાથી દાન દઈને.
- સમ્યગ્દષ્ટિને જે કાંઈ સારું મળે, તેનાથી એ પિતાના મોક્ષને સાધે અને બીજાઓને પણ મેક્ષે સાથે લઈ જવા જેવી પ્રવૃત્તિ કરે. એટલે જેને બેધિ પ્રાપ્ત થયું છે તેને દુન્યવી સામગ્રી સારી અને ઘણું મળે, તેમાં તેનું પોતાનું પણ કલ્યાણ છે, અને સાથે સાથે બીજાઓનું પણ કલ્યાણ છે, જ્યારે જેમને બેધિને લાભ થશે નથી અને કેરો સંસારને જ રસ છે, તેમને તે જેમ સારી સામગ્રી મળે, તેમ તેમને અને બીજાઓને પણ પ્રાચઃ મહાનુકસાન જ થાય !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org