________________
૫૪ ]
સમ્યગદશન-૧ હોય, પણ એ પાપી ન હોય. સમ્યગ્દષ્ટિ આત્માને પાપી કહેવાય નહિ. આ તે, અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલું શાસન છે. જ્યાં દોષ હોય ત્યાં દોષ પણ બતાવે અને જ્યાં ગુણ હોય ત્યાં ગુણ પણ બતાવે. ઘણા દોષોની વચ્ચે રહેલા ગુણનેય છુપાવે નહિ અને ઘણું ગુણેની વચ્ચે રહેલા દોષનેય છુપાવે નહિ. કેવળ બહારનું જુએ અને અંદરનું જુએ નહિ, એવું તે અજ્ઞાની કરે. આ શાસન, સમ્યગ્દષ્ટિને પાપ કરનાર તરીકે પણ વર્ણ , સમ્યગ્દષ્ટિ પણ અવિરતિના ઉદયવાળે હોય, તે પાપથી વિરામ પામે નહિ, એમેય કહે; છતાં પણ તેના પાપના આચરણને વખાણે નહિ, તેના હૈયામાં પાપનો અણગમે હાચ તે તેને છુપાવે પણ નહિ ! સમ્યગ્દર્શનમાં વાત એ છે કે–જે જેવું હેય, તેને તેવું માનવું !
જે જેવું હોય, તેને તેવું હોવાનું નહિ માનવા દેનાર અને જે જેવું ન હોય, તેને તેવું હોવાનું મનાવનાર મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ મનાવે. સુખના માર્ગને દુઃખને માર્ગ અને દુઃખના માર્ગને સુખને માર્ગ મિથ્યાત્વ મનાવે. મિથ્યાત્વ દેવમાં દેવબુદ્ધિ, ગુરુમાં ગુરુબુદ્ધિ અને ધર્મમાં ધર્મબુદ્ધિ થવા દે નહિ; જ્યારે અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિ કરાવે અથવા તે સત્ અને અસત્ વિષે, વાસ્તવિક કેટિની નિર્ણયાત્મક બુદ્ધિ થવા દે નહિ ! મિથ્યાત્વ, વિપરીત જ્ઞાનની સાથે અને વાસ્તવિક કેટિના જ્ઞાનના અભાવની સાથે રહે છે.
આગમની ઉપરવટ થઈને કુલાચારને ન વળગાય :
આભિગ્રહિક મિથ્યાત્વમાં, અજ્ઞાન સાથે જોરદાર આગ્રહ હોય છે; તત્ત્વોની ત તરીકેની સાચી સમજ નહિ હોવા છતાં પણ, જે વસ્તુ પિતાની માન્યતામાં બેસી ગઈ હોય અથવા તે પકડાઈ ગઈ હોય, તેમાં સમજાવનારની સમજાવટને અવકાશ જ ન મળે, એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org