________________
મિથ્યાત્વને ગાઢ અંધકાર
[ ૬૯ લક્ષમીને અતિ લોભ, માણસને ઘેલ બનાવી દે છે. સરોવર ભર્યું હોય, તે ત્યાં તરસ્યા છે પાણી પીવાને આવે ને ? જ્યાં પાણી હોય ત્યાં માણસ પાણી ભરવા જાય અને જનાવર પાણી પીવા આવે, એમાં નવાઈ છે? તમારી પાસે કઈ માગવા આવ્યું, તે તમને સુખી જાણીને આવ્યો ને? એ અવસરે પુણ્યને વિચાર ક્યાં ભાગી જાય છે? “મને પુણ્યથી મળ્યું છે.”—એમ માનનારો, “માગવા આવનારનું પુણ્ય નહિ તેથી એને મળ્યું નથી. એટલુંય સમજે નહિ? “પુણ્ય ન હોય તે માગી મજૂરી પણ મળે નહિ.—એટલે પણ વિચાર કરે નહિ? એને એમ પણ ન થાય કે-“મને અત્યારે તે પુણ્ય મળ્યું છે, પણ અહીં હવે જે હું પુણ્યનું ઉપાર્જન નહિ કરું, તે ભવિષ્યમાં કદાચ મારી આનાથીય ખરાબ દશા આવશે? પણ “મારું પુણ્ય.— એ જેમ મઢે બોલે છે, તેમ જે એ એને હૈયે હેય તે એ પુણ્યવાળાઓને આ વિચાર આવે ને ? ખરી વાત એ છે કે–જેમનું પુણ્ય પાપાનુબંધી હોય છે, તેમને તે પ્રાયઃ ભગવાય પુણ્ય અને બંધાય પાપ, એવું જ બને છે; એટલે, કેવળ પાપાનુબંધી પુણ્યવાળાઓની પાસે તે, પિતાને મળેલી લક્ષમીને સદ્વ્યય કરાવે, તેવા પ્રકારનું હૈયું જ હેતું નથી.
આશાતના કરનારા :
જન કુળમાં જન્મીને જેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવાદિની અવગણના કરે, તેમને તમે પુણ્યશાળી કહો કે પાપી કહે? આ કુળ મળ્યું પુણ્યથી જ, પણ પાપ બાંધવાને માટે મળ્યું હોય તે ? જન કુળમાં જન્મેલા પણ કેટલાકે, આજે બોલે છે કે જિનેશ્વરને કેણે જોયા છે? મેક્ષ છે જ ક્યાં? સાધુઓમાં શું પડ્યું છે? ઉપવાસમાં ધર્મ કેણે કહ્યું ? ઉપવાસ કરવાથી શરીરમાંના કીડા મરે, તેનું પાપ કેને? શરીર તે સાચવવા માટે છે !” આવાઓને માટે, તમે શું કહે ? “એમને આ મળ્યું તે કરતાં આ ન મળ્યું હતું તે સારું થાત, કારણ કે-આ બિચારાઓ આ મળ્યું તેથી આની અવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org