________________
૭૦ ]
સમ્યગ્દર્શન-૧ ગણના કરવાનું ઘોર પાપ ઉપાજી રહ્યા છે !' પુણ્યથી મળ્યું છે તેની ના નહિ, પણ અકમીના હાથમાં પેઢી આવવા જેવું થયું છે, એમ થાય ને? જે છોકરાઓ કમાય તે નહિ પણ બાપની મૂડીનેય સાચવી શકે નહિ, તેમને જગતમાં કેવા કહેવાય છે? તેમ, તમે પણ આ સામગ્રીને સદુપયોગ ન કરી શકે, આ સામગ્રીની કિંમતને પણ ન સમજી શકે અને અહીંથી પાછા સંસારમાં રઝળવા ચાલી જાવ, તે શું કહેવાય ? " ભગવાન જેવા ભગવાન મળે ને એની પાછળ કાંઈ કરવાનું મન થાય નહિ, તે એ કેણ કરાવે છે? સારે મહેમાન મળે, શક્તિ ઘણી હોય, છતાં એને ભાણે રોટલે કોણ પીરસાવે? ધંધાને સંબંધ હોય ત્યાં લાપસી પીરસવાનું અને સાધમિકને રોટલે પીરસવાનું મન કેણ કરાવે? મળેલી સામગ્રીની કિંમત હોય, તે એમ થાય કે-“મારે આંગણે ધમી ક્યાંથી ?” ઘેર જમાઈ આવે તે વહાલે લાગે કે સાધર્મિક આવે તે વહાલું લાગે ? કદાચ જમાઈને સાચવો પડે, પણ મનમાં તે થાય ને કે-હજુ સાધમિક ઉપર જે જોઈએ તે પ્રેમ જાગે નથી ! તમે, સ્થિતિ ન હોય તે સાધમિકને ભડકું ખવડાવો તેય તે પ્રેમથી ખવડાવે ને? સંબંધી પ્રત્યે રાગ થયે અને સાધર્મિક પ્રત્યે રાગ થયે નહિ, તે તમે ઝટ વિચારે કે-“આ સંબંધિને રાગ કેમ ન ગયે ને આ સાધર્મિક રાગ કેમ ન થયો ?” - સારા વ્યવહારની સામગ્રી મળી હોય, પણ જે એને સદુપયેગ કરે, તેને એ તારે. આઘે હાથમાં હોય, પણ નફફટાઈ કરે છે ? તે એ ડૂબે ને ? તેમ, તમેય સમજો તે તરી શકે. તમને જન કુળ મળ્યું. તેમાં સમ્યકત્વને પામવાનાં સાધને સીધાં મળી ગયાં છે. આવા કુળમાં આવીને પણ, જે તમે છેવટે મિથ્યાત્વને અને અનન્તાનુબંધી કષાય નહિ તજી શકે, તે તમારું થશે શું? માટે, જે સુન્દર સામગ્રી તમને મળી જવા પામી છે, તેની કિંમતને સમજે. આ સામગ્રીની તમને કિંમત સમજાય અને સામગ્રીને તમે સદુપયોગ કરી શકે, એ માટે તમે તત્વજ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ બનો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org