________________
સમ્યગ્દશન-૧. - અહીં એના મનમાં એ ભય પેદા થયે કે-“કદાચ હું હારીશ, કેમ કે જેમાં પંડિતાઈ પણ જબરી હોય છે.”
આ વિચાર આવ્યું, એટલે એ પૂરતે પણ એને ઘમંડ ઊતર્યો તે ખરે ને ? એથી એને એક યુક્તિ સૂઝી આવી. એને જેનેની પંડિતાઈને ડર લાગે, એટલે એણે વિચાર કર્યો કે-આણે, હું જે પક્ષનું ખંડન કરું, તે પક્ષનું ખંડન કરવાનું માથે લીધું છે અને હું જેને માનું છું, તે પક્ષનું જે હું મંડન કરું, તે આ મને હરાવી. દે, માટે જે સિદ્ધાન્તને આ માને છે, તે જૈન સિદ્ધાને અનુસરીને જ હું મારે પક્ષ સ્થાપન કરું, એટલે આ જૈન સિદ્ધાન્તનું ખંડન કરી શકશે નહિ અને મારી જીત થઈ જશે.”
આ વિચાર કરીને, એ પરિવ્રાજકે “જગતમાં જીવ અને અજીવ–એ બે રાશિ જ છે.”—એવા પક્ષનું સ્થાપન કર્યું?
શું થયું આ ? જીતની લાલસામાં, પિતાની માન્યતાને વેગળી મૂકી દીધી! કેવળ જીતની લાલસાથી જ વારમાં ઊતરનારા શું કરે અને શું ન કરે, એ કહેવાય નહિ. પણ અહીં તે રેહગુપ્ત તે એનાથી પણ ભયંકર ભૂલ કરી છે અને તે કેવળ વાદમાં જીતવાને માટે જ !
પરિવ્રાજકે બે રાશિનું સ્થાપન કર્યું, એટલે રોહગુપ્ત સમજી તે ગયે કે-આ ધૂર્ત, મને માન્ય સિદ્ધાન્તનું સ્થાપન કરીને, મારે માટે મૂંઝવણ ઊભી કરી દીધી. પણ એ વિચાર કરે છે કે-“હવે મારે કરવું શું ? જે હું પણ એમ જ કહું કે–રાશિ બે જ છે, તે લેકે એમ જ સમજશે કે- આ પરિવ્રાજકના મતને રવીકાર કર્યો.” આવો વિચાર કરીને, હગુપ્ત નિર્ણય કર્યો કે-“મારે આ પરિવ્રાજકે જે પક્ષનું સ્થાપન કર્યું છે, તે પક્ષનું ઉત્થાપન જ કરવું જોઈએ. આ નિર્ણય કરીને, હગુપ્ત, “જગતમાં જીવ અને અજીવ––એવી બે જ રાશિ નથી, પણ જીવ, અજીવ અને જીવ–એમ ત્રણ રાશિ છે.” એવા મતનું પ્રતિપાદન કર્યું!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org