________________
૯૪ ]
સમ્યગદશન-૧ પ્રકારે જીતવાને એટલે બધે આગ્રહ રાખે છે કે-શ્રી જૈનશાસનના મહાપુરુષોની એ રીતને જાણીને પણ, ઇતરને અચંબે થયા વિના રહે નહિ. ગેવાળિયાઓ સમક્ષના વાદમાં જીતવા છતાં પણ, સૂરિજી મહારાજાએ પોતે જ રાજા સમક્ષ જઈને પુનઃ વાદ કરવાનું કહ્યું, એ શું સૂચવે છે? કઈ એમ ન કહી શકે કે–અવિચક્ષણે સમક્ષ વાદ કરીને જીત્યા, એમાં શું ? ઊલટું, સૌને એમ સ્વીકારવું પડે અને કહેવું પડે કે-વિચક્ષણે સમક્ષ પણ વાદ કરવાની એટલી જ તૈયારી હતી !
શ્રી જનશાસનના મહાપુરુષ, પિતાને વ્યાજબી લાગે નહિ તે વાદમાં ઊતરે નહિ-એ બને, પણ વાદમાં ઊતરવું જ પડે, તે તેઓ વાદના વ્યાજબી પ્રકારનો આગ્રહ રાખ્યા વિના રહે જ નહિ. શ્રી જિનશાસનની લઘુતા થવા પામે નહિ, એ માટે શ્રી જિનશાસનને મહાપુરૂષ, અવસરચિત પ્રતિકાર કરે એ બને; પરન્તુ પિતે પિતા તરફથી તે શિષ્ટ જનમાં ગેરવ્યાજબી ગણાય એવા કેઈ જ પ્રકારનો આરંભ કરે નહિ.
સ, શ્રી વૃદ્ધવાદિસૂરિજી મહારાજાએ જેમ શ્રી સિદ્ધસેન દિવાકર સાથેના વાદને સ્વીકાર્યો, તેમ પેલા પરિવ્રાજક સાથે શ્રીગુપ્તા નામના આચાર્યશ્રીએ વાદને કેમ સ્વીકાર્યો નહિ?
આ બે વાતે માં, આસમાન જમીન જેવું અંતર છે. ક્યાં શ્રી સિદ્ધસેન અને ક્યાં એ પરિવ્રાજક? આપણે જોઈ આવ્યા કે–શ્રી સિદ્ધસેનમાં તે, અપ્રમાણિકતાય નહતી અને નફફટાઈ પણ નહોતી;
જ્યારે પેલા પરિવ્રાજકમાં તે, અપ્રમાણિતા પણ હતી અને નફફટાઈ પણ હતી. હારવા છતાં પણ હાર કબૂલ કરવાની તૈયારી નહિ અને ઉપરથી ઉપદ્રવ કરવાની તૈયારી એ જેવી તેવી અપ્રમાણિકતા અને નફફટાઈ છે? પરિવ્રાજક જ્યારે વાદમાં ટકી શક્યો નથી, ત્યારે તેણે રેહગુપ્તને પરાજિત કરવાને માટે વીંછી આદિને ઉપદ્રવ કર્યો છે.
બીજી વાત એ છે કે-જેમ શ્રી સિદ્ધસેને આચાર્યભગવાન શ્રીમદ્દ વૃદ્ધવાદીસૂરિજી મહારાજાની પાસે, તેઓશ્રીની સાથે વાદ કરવાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org