________________
૯૨ ]
સમ્યગુદન-૧ એ મહાપુરુષ, જેમ સર્વ વિદ્યાઓના પારગામી હતા, તેમ સમયજ્ઞ પણ હતા. જે કાંઈ પણ કહેવું, તે ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનને અનુસરતું જ કહેવું, પણ તે એવી રીતે કહેવું, કે જે કહેલું નિષ્ફળ નીવડે નહિ અને ઉપકારક થયા વિના રહે નહિ, આવી એ મહાપુરુષની સમયજ્ઞતા હતી.
દેશ-કાળના નામેય, ભગવાન શ્રી જિનેશ્વરના શાસનથી ઊલટું બેલી શકાય જ નહિ; અને ભગવાન્ શ્રી જિનેશ્વરદેવના શાસનના જે સત્યને જે અવસરે પ્રગટ કરવાની આવશ્યક્તા હોય, તે સત્યને તે અવસરે દેશ-કાળના નામેય ગેપવી શકાય નહિ ! દેશ-કાળના નામે પણ શ્રી જિનશાસનથી ઊલટું બોલવું કે અવસરોચિત સત્યને ગેપવવું, એ તે શ્રી જિનશાસનનો ભયંકર કટિને દ્રોહ જ કહેવાય. કહેવા ગ્ય કહેવાયા વિના રહે નહિ અને જે કાંઈ કહેવાય તે શ્રી જિનશાસનને અનુસરતું જ હોય, પણ તે એવી રીતે કહેવાય, કે જેથી તે ઉપકારક બને, એનું નામ દેશ-કાલ આદિને જોઈને બેલ્યા એમ કહેવાય. - વૃદ્ધવાદસૂરિજી તરીકે સુવિખ્યાત એવા એ આચાર્ય ભગવાનને બેલવાને અવસર આવી લાગે, એટલે તેઓશ્રીએ શું કર્યું? તેઓશ્રીએ તે પિતાની કમ્મર બાંધી, કચ્છ વાગ્યે અને ડાંડાને ચઢાવ્ય ખભા ઉપર. પછી, લેકભાષામાં જ, જેમ કેઈ છંદ અગર રાસ ગાતા હોય તેમ બોલવા માંડયું, તેય સ્થિર ઊભે ઊભે નહિ, પણ ગળાકારે ફરતાં ફરતાં અને તાલીઓના તાલ દેતાં ! ગામડાંએમાં કેટલીક વાર નાચ-ગાનના રાસ ખેલાય છે, એ જોયા હોય, તે તમને ખ્યાલ આવે કે–એ આચાર્યભગવાને કે દેખાવ કર્યો -હશે. એવે એ આચાર્યભગવાને દેખાવ જરૂર કર્યો, પણ એ દેખાવ કરીનેય એ બેય શું? “નવિ મારિયઈ, નવી ચેરિયાઈ પરદારહગમન નિવારિઈ.”—એવું એવું જ એ મહાપુરુષ બેલ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org