________________
વિરોધ પ્રગટ કરે છે તેનું ખંડન કરવા માટે નતિ, તણ્ય-રંતઃ, અરિહંત પરમાત્માનું કવલાહારથી અસર્વશપણું નથી કારણ કે કવલાહાર અને સર્વજ્ઞતાના વિરોધનો અભાવ છે. તેનો ભાવ આ પ્રમાણે છે. જો કવલાહારનો કેવલજ્ઞાનની સાથે વિરોધ હોય તો આપણા જેવા સામાન્ય માણસના જ્ઞાનની સાથે પણ કવલાહારનો વિરોધ સ્વીકાર કરવો જોઈએ કારણ કે કેવલીમાં અને આપણામાં જ્ઞાનગુણ તો સરખો જ રહેલો છે. (જો બંને વચ્ચે વિરોધ હોય તો જેમ જેમ માણસ ભણે તેમ તેમ આહાર ઘટવો જોઈએ જેમ કેવલજ્ઞાનીને સંપૂર્ણજ્ઞાન હોવાથી કવલાહાર નથી તેમ આપણને થોડું થોડું જ્ઞાન દિવસે દિવસે વધે તો આહાર ઓછો થવો જોઈએ. પરંતુ ઘણીવાર તો વધારે જ્ઞાન ભણતા વ્યક્તિને પરિશ્રમાદિના કારણે આહાર વધે છે કોઈ ન ભણતો હોય તો આહાર ઓછો હોય છે. તેથી આહારનો સંબંધ શરીર સાથે છે. પરંતુ જ્ઞાન સાથે આહાર સંબંધ ધરાવતો નથી જ્ઞાન વધે તો આહાર વધે કે ઘટે તેવો નિયમ. નથી.)
સૂર્યની પ્રભાવડે દૂર કરાતો અંધકારનો સમૂહ દીપકની પ્રભાવો ના નથી પામતો તેવું નથી. (એટલે કે સૂર્યના પ્રકાશવડે દૂર કરાતું અંધારૂ દીપકન પ્રકાશવડે પણ કંઈક અંશે દૂર થાય છે, તેવી રીતે જ્ઞાન ભણીએ તેમ આહારની અપેક્ષા ન થવી જોઈએ પરંતુ આવું થતું નથી તેથી સર્વજ્ઞતા અને કવલાહારમાં કોઈ વિરોધ નથી.
इति बालबोधिन्याख्यया टिप्पण्या विभूषिते श्रीवादिदेवसूरिसंदृब्ध प्रमाणनयतत्त्वालोके प्रत्यक्षस्वरूपनिर्णायको द्वितीयः परिच्छेदः ॥ .
આ પ્રમાણે બાલબોધિની વ્યાખ્યાવાળી ટિપ્પણીથી વિભૂષિત શ્રીવાદિદેવસૂરીશ્વરજી એ રચેલ પ્રમાણનયતત્તાલોક નામનાગ્રન્થમાં પ્રત્યક્ષ પ્રમાણના સ્વરૂપને જણાવનાર બીજો પરિચ્છેદ છે.
૬૮