________________
છે માટે જેમ દૃષ્ટાન્તનું અસામર્થ્યપણું છે તેમ ઉપનય અને નિગમનનું પણ અસામર્થ્યપણું જ છે. તેમ જાણવું.
एतदेवाहुः હેતુનું સામર્થ્ય જણાવે છે.
समर्थनमेव परं परप्रतिपत्त्यङ्गमास्तां, तदन्तरेण दृष्टान्तादिપ્રયોોપિ તસમ્ભવવત્ ॥ રૂ-૪o ॥
બળવાન એવો હેતુ જ બીજાને બોધ કરાવવાનું અંગ છે તે સમર્થ હેતુ વિના દૃષ્ટાન્ત વિગેરેનો પ્રયોગ કરવા છતાં બીજાને બોધ કરાવવાનો અસંભવ છે.
अयमर्थः- असिद्धतादिदोषनिरसनपूर्वकस्वसाध्यसाधनसामर्थ्यप्रदर्शनरूपं हेतो: समर्थनं विना दृष्टान्तादिप्रयोगेऽपि न साध्यसिद्धिर्भवितुमर्हतीति समर्थनमेव परप्रतिपत्तावङ्गं भवतु किं दृष्टान्तादिप्रदर्शनेन ? ॥ ४१ ॥
અસિદ્ધતા વિગેરે દોષોને દૂર કરવા પૂર્વક પોતાના સાધ્યને સાધવામાં સામર્થ્યને બતાવનારા એવા હેતુનાં સમર્થન વિના દૃષ્ટાન્ત આદિ પ્રયોગ કરે છતે પણ સાધ્યની સિદ્ધિ થતી નથી. અહીં હેતુનું સમર્થન જ પરના બોધ માટે અંગરૂપ થવાને યોગ્ય છે. દૃષ્ટાન્ત આદિને જણાવવા વડે શું ? અર્થાત્ દૃષ્ટાન્તાદિ પરના બોધના અંગ બનતા નથી.
व्युत्पन्नानाश्रित्य परार्थानुमानस्वरूपमुक्तं, संप्रति मन्दमतिमाश्रित्य तत् प्रदर्शयन्ति
વ્યુત્પન્નમતિવાળા જીવોને આશ્રયીને પરાર્થાનુમાનનું સ્વરૂપ કહેવાયું, હમણાં મન્દમતિવાળા જીવને આશ્રયીને તે પરાર્થ-અનુમાન દેખાડે છે. मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनय - निगमनान्यपि પ્રયોખ્યાનિ ॥ રૂ-૪૨ ॥
મન્દમતિવાળા જીવોને સમજાવવા માટે તો દૃષ્ટાન્ત ઉપનય અને નિગમનનો પણ પ્રયોગ કરવો જરૂરી છે.
अपिशब्दात् पक्ष हेतू, पक्षादिषु सम्भाव्यमानदोषनिराकरणरूपाः शुद्धयश्च पञ्च ग्राह्याः ॥ ४२ ॥
૧૦૫