________________
ટીકાર્ય-પ્રતીતસાધ્યધર્મ-વિશેષણ, નિરાકૃતસાધ્યધર્મવિશેષણ, અને અનભિપ્સિતસાધ્યધર્મવિશેષણ એમ ત્રણ પ્રકારે પક્ષાભાસો છે. અપ્રતીત અનિરાકૃત અને અભીપ્તિતસાધ્યધર્મથી યુક્ત એવા ધમઓને પૂર્વે (ત્રીજા પરિચ્છેદમાં) સમ્યગૂ પક્ષ તરીકે બતાવ્યા છે. તેથી સમ્યમ્ પક્ષથી વિપરીત પક્ષાભાસો છે. તેમ જાણવું (પ્રતીત–પ્રસિદ્ધ નિરાકૃત-ખંડિત થયેલ અનભિપ્સિતકર્તા એ નહીં ઇચ્છેલ)
तत्राद्यं पक्षाभासमुदाहरन्तिપ્રથમપક્ષાભાસનું ઉદાહરણ જણાવે છે. प्रतीतसाध्यधर्मविशेषणो यथा-आर्हतान् प्रत्यवधारणवर्ज પરેખા પ્રમાન: સમપ્તિ નવ રૂત્યાદ્રિઃ II ૬૩૬ .
સૂત્રાર્થ-જેમ જૈનો પ્રત્યે એવકાર વર્જીને (અવધારણથી રહિત) “જીવ છે એ પ્રમાણે બીજા (અન્યદર્શનકારો) ઓએ કરેલ પ્રયોગ પ્રતીત-સાધ્ય ધર્મવિશેષણ પક્ષાભાસ છે.
जैनान् प्रति 'समस्ति जीवः' इत्यवधारणार्थकैवकाररहितं वाक्यं यदा कश्चित् प्रयुङ्क्ते तदा तद्वचनं सिद्धसाधनापरपर्यायेण प्रतीतसाध्यधर्मविशेषणदोषेण दूषितं भवति, जैनैश्च तावदनेकान्तात्मकं जीवादितत्त्वमङ्गीकृतमेवेति तान् प्रति जीवास्तित्वसाधनं सिद्धसाधनमेवेति भावः ॥ ३९ ॥
ટીકાર્થ-જૈનો પ્રત્યે “જીવ છે” એમ અવધારણ ના અર્થવાળા એવકારથી રહિત એવા વાક્યને અન્યદર્શનકાર કહે છે. ત્યારે તેનું વચન સિદ્ધ થયેલી વાતને સાધનારું હોવાથી સિદ્ધસાધન એવું છે બીજુ નામ જેનું એવા પ્રતીતસાધ્ય ધર્મ વિશેષણ દોષથી દૂષિત થયેલું છે કારણ કે જૈનો વડે જીવાદિતત્ત્વ(સર્વેપદાર્થો) અનેકાંત સ્વરૂપે સ્વીકારેલા છે. એટલે જૈનો પ્રત્યે તો જીવ છે=જીવનું અસ્તિત્વ તે સિદ્ધસાધન છે. કોઈપણ જીવાદિપદાર્થો સ્વ-દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની અપેક્ષાએ અસ્તિ છે અને પરદ્રવ્યક્ષેત્ર-કાળ-અને ભાવની અપેક્ષા નાસ્તિ છે આવો સ્યાદ્વાદ-અનેકાંતવાદ જૈનોને માન્ય જ છે. માટે તે પ્રતીત સાધ્ય-ધર્મ-વિશેષણ-પક્ષાભાસ તરીકે મનાય છે.
૨૩૦