________________
હેતુપણાવડે કરીને ગ્રહણ કરેલું છે. અને અપ્રસિદ્ધ એવું અનિત્યપણું સાધ્યપણાવડે નિર્દેશેલું છે. ‘વર્’ એ પ્રમાણે અનુવાદવાચી સર્વનામ વડે પ્રસિદ્ધ એવા હેતુનો જ નિર્દેશ કરવો કરવો તે યુક્ત છે. પરુંત સાધ્ય જે અપ્રસિદ્ધ છે તેનો નિર્દેશ ‘ટ્’ સર્વનામ વડે યુક્તિસંગત નથી પરંતુ કોઇવાદી વડે (સભાક્ષોભાદિના કારણે) યત્ સર્વનામ વડે અપ્રસિદ્ધ એવા સાધ્યનો નિર્દેશ કરાયો તેથી વિપરીત બનવાથી એ પ્રમાણે વિપરીતઅન્વયદૃષ્ટાન્નાભાસ કહેવાય છે.
વિશેષાર્થ-અનુમાનમાં સાધ્ય અપ્રસિદ્ધ હોય અને હેતુ પ્રસિદ્ધ હોય, ઉપર કહેલા અનુમાનમાં કૃતકત્વહેતુ પ્રસિદ્ધ છે અને અનિત્યત્વ સાધ્ય જાણીતું નથીપ્રસિદ્ધ નથી, તેને પ્રસિદ્ધ કરવા જાણીતો હેતુ મૂકાય એટલે જાણીતા હેતુ વડે જ્ઞાત સાધ્ય સધાય પરંતુ કોઇ સાધ્યથી વ્યાપ્તિ કરે તો અજાણીતાથી જાણીતું કેવી રીતે સિદ્ધ કરાય? માટે તે આ વિપરીતાન્વયદૃષ્ટાન્નાભાસ છે.
अथ वैधर्म्यदृष्टान्ताभासमाहुः - વૈધર્મથી ૯ પ્રકારે દૃષ્ટાન્નાભાસ સમજાવે છે. वैधर्म्येणापि दृष्टान्ताऽऽभासो नवधा ॥ ६-६९ ॥ असिद्धसाध्यव्यतिरेकः, असिद्धसाधनव्यतिरेकः, असिद्धोभयं व्यतिरेकः, संदिग्धसाध्यव्यतिरेकः, संदिग्धसाधनव्यतिरेकः, संदिग्धोभयव्यतिरेकः, अव्यतिरेकः, अप्रदर्शितव्यतिरेकः,
વિપરીત-વ્યતિરેથ્રુ ॥ ૬-૭૦ ॥
असिद्धसाध्यव्यतिरेकादिभेदेन वैधर्म्येणापि दृष्टान्ताऽऽभासो नवप्रकार નૃત્યર્થ: ॥ ૭૦ ॥
સૂત્રાર્થ વૈધર્મથી પણ દૃષ્ટાન્નાભાસ નવ પ્રકારે છે. (૧) અસિદ્ધસાધ્ય વ્યતિરેક (૨) અસિદ્ધ-સાધન-વ્યતિરેક (૩) અસિદ્ધોભય-વ્યતિરેક (૪) સંદિગ્ધસાધ્ય-વ્યતિરેક (૫) સંદિગ્ધસાધન-વ્યતિરેક (૬) સંદિગ્ધોભય-વ્યતિરેક (૭) અવ્યતિરેક (૮) અપ્રદર્શિત વ્યતિરેક (૯) વિપરીત વ્યતિરેક अथैतान्, क्रमेणोदाहरन्ति
૨૫૧