________________
व्यवहारनयं प्रदर्शयन्ति - વ્યવહારનય ને વ્યવહારનયાભાસ સદૃષ્ટાન્ત બતાવે છે. संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना क्रियते स व्यवहारः ॥ ७-२३ ॥
સૂત્રાર્થ-સંગ્રહનયદ્વારા વિષયરૂપે કરાયેલા પદાર્થોમાં વિધિપૂર્વક (વિધાન કરવા પૂર્વક) વિભાજન જે અભિપ્રાય કરે છે તે અભિપ્રાય વિશેષ વ્યવહાર નય છે.
संग्रहनयेन विषयीकृतानामर्थानां सत्त्वद्रव्यत्वादीनां विधानानन्तरमवहरणं-विभागो येनाभिप्रायविशेषेण क्रियते सोऽभिप्रायविशेषो व्यवहारनयः ॥ ૨૩॥
ટીકાર્ય-સંગ્રહનમવડે વિષયરૂપે ગ્રહણ કરેલા પદાર્થોનું સત્ત્વ-દ્રવ્યત્વ આદિના વિધાન કરવારૂપે (નિષેધ કર્યાવિના) અવહરણ=વિભાગ જે અભિપ્રાય વિશેષ દ્વારા કરાય છે તે અભિપ્રાય વિશેષ વ્યવહારનય કહેવાય છે
વિશેષાર્થ- જે અર્થ ભિન્ન હોવા છતા પણ સાધારણ ધર્મદ્વારા એકરૂપ પ્રતીત થતા હોય તેનો વિશેષ ધર્મ દ્વારા વિભાગ વ્યવહારનય દ્વારા થાય છે. સંગ્રહનયવડે ગૃહીત પદાર્થનું વિધિપૂર્વક સ્વીકાર કે પ્રવર્તન જે અભિપ્રાય દ્વારા થાય તે અભિપ્રાય વ્યવહારનય છે પૂર્વે જણાવેલ પરસંગ્રહ એક પ્રકારનો અને અપરસંગ્રહ અનેક પ્રકારનો છે બન્ને સંગ્રહોથી જેનું જ્ઞાન થતું હોય તેનો ભેદ વ્યવહાર નય કરે છે.
उदाहरन्ति
यथा-यत् संत् तद् द्रव्यं पर्यायो वेत्यादिः ॥ ७-२४॥ સૂત્રાર્થ-જેમ કે- જે સત્ છે તે દ્રવ્ય અથવા પર્યાય છે વિગેરે...
आदिपदेन अपरसंग्रहविषयीकृतार्थविषयव्यवहारोदाहरणं द्रष्टव्यम् । यद् द्रव्यं तद् जीवाजीवादिभेदेन षट्प्रकारम् । यः पर्यायः सद्विविधः । सुखदुःखादिरूपः क्रमभावी, विज्ञानव्यक्तिशक्त्यादिरूपः सहभावी च । एवं यो जीवः स मुक्तः संसारी च । यः क्रमभावी पर्यायः स क्रियारूपोऽक्रियाપક્ષેત્યાદિ ॥ ૨૪ ॥
૨૭૫