________________
क्रियाभेदेनार्थभेदमभ्युपगच्छंत एवंभूतात् क्रियाभेदेऽप्यर्थाऽभेदं प्रतिपादयन् समभिरूढोऽनल्पविषयः ॥ ५२ ॥
ટીકાર્થ-ક્રિયાના ભેદથી અર્થના ભેદને સ્વીકારતા એવંભૂતનયથી ક્રિયાના ભેદમાં અર્થના અભેદને જણાવનાર સમભિરૂઢનય ઘણા વિષયવાળો છે. अथ यथा नयवाक्यं प्रवर्तते तथा प्रकाशयन्ति
જે રીતે નયવાક્ય પ્રવર્તે છે તેમ જણાવે છે=(નયવાક્યની પ્રવૃત્તિ જણાવે
છે.)
नयवाक्यमपि स्वविषये प्रवर्तमानं
विधि - प्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ॥ ७-५३ ॥ સૂત્રાર્થ-પોતાના વિષયમાં પ્રવૃત્તિ કરનાર નયવાક્ય પણ વિધિ અને નિષેધની વિવક્ષાવડે સપ્તભંગીનું રૂપ પામે છે.
`यथा प्रमाणवाक्यं विधि- प्रतिषेधाभ्यां प्रवर्तमानं सप्तभङ्गीमनुगच्छति, तथैव नयवाक्यमपि स्वविषये स्वप्रतिपाद्ये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यांपरस्परविभिन्नार्थनययुग्मसमुत्थविधि - निषेधाभ्यां कृत्वा सप्तभङ्गीत्वमनुगच्छति
-
॥ ૧૩ ॥
ટીકાર્થ-જેમ પ્રમાણવાક્ય વિધિ અને પ્રતિષેધ વડે પ્રવર્તતુ સપ્તભંગીને અનુસરે છે તેમજ નયવાક્ય પણ સ્વવિષયમાં- એટલે પોતાના પ્રતિપાદ્ય વિષયમાં પ્રવર્તતુ વિધિ અને પ્રતિષેધ વડે એટલે કે પરસ્પર ભિન્ન અર્થવાળા એવા બે નયોથી ઉત્પન્ન થયેલ એવા વિધિ અને નિષેધ વડે કરીને સપ્તભંગી પણાને અનુસરે છે.
વિશેષાર્થ-નય સપ્તભંગીના દરેક ભંગમાં સ્થાત્ અને વાર નો પ્રયોગ થાય છે તોપણ વિકલા-દેશ-સ્વરૂપવાળી નય સપ્તભંગી સકલાદેશ સ્વભાવવાળી પ્રમાણ સપ્તભંગીથી જુદી છે નયસપ્તભંગી વિકલાદેશ સ્વરૂપવાળી છે કારણ કે તે વસ્તુના અંશમાત્રને જ જણાવનાર છે જ્યારે પ્રમાણ સપ્તભંગી સકલાદેશ સ્વભાવવાળી છે કારણકે તે પદાર્થના સંપૂર્ણ સ્વરૂપને જણાવનાર છે માટે બંને સપ્તભંગીમાં આટલો તફાવત છે.
एवं लक्षणसंख्याविषयान् व्यवस्थाप्येदानीं फलं स्फुटयन्ति
૨૯૧૨