________________
'शरीरेन्द्रियविषयाः चैतन्यधर्माणो न भवन्ति, रूपादिमत्वात्, भौतिकत्वाद् वा, घटवद्' इत्यनुमानेन शरीरादिषु चैतन्यस्य बाधितत्वात्। नाप्यव्यभिचारी विरुद्धो विपक्षादत्यन्तव्यावृत्तत्वात्। "उपयोगलक्षणो जीवः" इत्यादिस्वरूपेणाऽऽगमेनाप्यात्मनः सिद्धिर्भवतीति ॥ ५५ ॥
..
ટીકાર્થ-[અહીં આત્મા (પ્રમાતા) સંબંધી સ્વરૂપમાં અન્ય અન્ય દર્શનકારોમાં વિસંવાદ છે] પ્રત્યક્ષ વિગેરે=આદિપદવડે અનુમાન આગમ વિગેરેનો સંગ્રહ કરવો. તેમાં પ્રત્યક્ષથી એટલે માનસ પ્રત્યક્ષથી ‘હું સુખી છું’ ‘હું દુઃખી છું’ વિગેરે પ્રતીતિ દ્વારા સુખવિગેરેના આધાર દ્વારા અહં (હું) એવા બોધના વિષય સ્વરૂપ શરીર ઇન્દ્રિય વિગેરેથી વિલક્ષણ એટલે કે ભિન્ન એવો આત્મા સિદ્ધ થાય છે તાત્પર્ય આ પ્રમાણે :- અનુભવમાં આવતા સુખ દુઃખ આનંદ વિગેરે સ્વતંત્ર અનુભવાતા નથી પરંતુ હું સુખી છું એરીતે મતુપ્ પ્રત્યયના અર્થના સંબંધ સાથે જ અનુભવાય છે તેથી તેમાં હું પ્રત્યય બોધક એ આત્મા માનસ પ્રત્યક્ષ દ્વારા પ્રસિદ્ધ થાય છે. આ ઘટ છે એવા જ્ઞાનની જેમ આ સુખ છે એવું જ્ઞાન અનુભવાતું નથી પણ ‘હું સુખી છું’ એવું જે જ્ઞાન થાય છે તે આત્માનું બોધક છે
અનુમાનથી આત્મા સિદ્ધ થાય છે. જેમ કે—ચૈતન્ય, શરીરાદિથી (શરીરઇન્દ્રિય અને વિષયથી) વિલક્ષણ એવા ભિન્ન (કોઇ) આશ્રયમાં આશ્રિત છે, કારણ કે શરીર વિગેરેમાં (ચૈતન્યને) આશ્રય માનતા બાધક દોષ આવે છે. [મડદામાં શરીર છે ચેતના નથી તેથી ચૈતન્યનું કાર્યત્વ ઘટી શકે નહીં અર્થાત્ ચૈતન્યનો આશ્રય શરીરાદિથી વિલક્ષણ (આત્મા) માનવામાં આવે તો જ કાર્યરૂપે થઇ શકે છે.
1
હવે આ અનુમાનના હેતુમાં ‘વાધોપપત્તો' તે વિશેષણ છે અને ‘યંત્વાન્યથાનુષવત્તે: ' આ વિશેષ્ય છે. તેથી અનુમાનમાં જે પક્ષ ચૈતન્ય છે તેમાં વિશેષ્ય એવું ‘‘જાવંત્વાચથાનુષવત્તે: '' હેતુ અંશ રહેતો નથી માટે વિશેષ્યાસિદ્ધ હેત્વાભાસ થશે આવું કોઇક કહે છે. [કારણ કે ચૈતન્ય અનાદિ અનંત છે તેથી કાર્ય ન કરે, તે કૃત્રિમ નથી માટે કાર્યત્વ ધર્મ નથી એટલે કે ઉત્પત્તિવાળુ નથી આથી કાર્યત્વ એવું વિશેષ્ય, પક્ષમાં રહેતુ નથી] તેનો પ્રત્યુત્તર આપતા ગ્રન્થકારશ્રી કહે છે આ હેતુ વિશેષ્યાસિદ્ધ નથી (કારણ કે કાલભેદે
૨૯૩