Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 343
________________ આહ્વાન કરનાર મલ્લ અને પ્રતિકાર કરનાર પ્રતિમલ્લ કહેવાય છે તેમ વાદમાં પણ વાદની શરૂઆત કરનાર વાદી અને તેનો પડકાર કરનાર (પ્રત્યારંભક) પ્રતિવાદી કહેવાય છે. વાદી અને પ્રતિવાદીનું કાર્ય શું છે? તે જણાવે છે. प्रमाणत: स्वपक्षस्थापनપ્રતિપક્ષપ્રતિક્ષેષાવનો: મ || ૮-૧૭ || સૂત્રાર્થ-પ્રમાણપૂર્વક સ્વપક્ષનું સ્થાપન કરવું અને પરપક્ષનું ખંડન કરવું એ વાદી અને પ્રતિવાદી ઉભયનું કર્તવ્ય છે. वादिना स्वपक्षस्य स्थापनं प्रतिवादिपक्षस्य खण्डनं चेति द्वितयं कर्तव्यम् । एवं प्रतिवादिनापि स्वपक्षस्थापनं वादिपक्षप्रतिक्षेपश्चेति द्वयं कर्तव्यम् । अन्यतरस्याप्यभावे तत्त्वनिर्णय एव न स्यादिति भावः । - तदुक्तम् : ‘‘માનેન પક્ષ-પ્રતિપક્ષયોઃ માત્ પ્રસાધનક્ષેપળ,નિર્મી । वादेऽत्र मल्ल-प्रतिमल्लनीतितो वदन्ति वादि-प्रतिवादिनौ बुधाः ॥ १७ ॥ ટીકાર્થ- વાદી વડે પ્રમાણદ્વારા પોતાના પક્ષનું સ્થાપન, અને પ્રતિવાદીના પક્ષનું ખંડન, એ પ્રમાણે બે પ્રકારે કર્તવ્ય છે. એજ પ્રમાણે પ્રતિવાદી દ્વારા પણ પોતાના પક્ષનું સ્થાપન અને વાદીના પક્ષનું ખંડન, એમ બે પ્રકારે કાર્ય છે. આ બેમાંથી કોઇ પણ એકનો અભાવ હોય તો તત્ત્વનો નિર્ણય ન થાય. તે જ વાત કહી છે—અહીં વાદમાં પ્રમાણથી ક્રમશઃ સ્વપક્ષની સિદ્ધિ અને પરપક્ષનું ખંડન કરવાની ક્રીડામાં કુશલપુરુષોને, પંડિતપુરુષો મલ્લ અને પ્રતિમલ્લના ન્યાયથી, વાદી અને પ્રતિવાદી કહે છે. સભ્યોનું લક્ષણ (સ્વરૂપ) જણાવે છે. वादिप्रतिवादिसिद्धान्ततत्त्वनदीष्णत्व - धारणाबाहुश्रुत्यप्रतिभाક્ષાન્તિ-માધ્યÊમયામિમતા: સમ્યા ॥ ૮-૮ ॥ સૂત્રાર્થ-વાદી અને પ્રતિવાદી એ બંનેના સિદ્ધાન્તના તત્ત્વ જાણવામાં કુશળતાવાળા ધારણાશક્તિવાળા, બુહશ્રુતવાળા, પ્રતિભાશાલી, ક્ષમાશીલ (શાન્ત પ્રકૃતિવાલા), માધ્યસ્થ્યસ્વભાવના કારણે વાદી અને પ્રતિવાદી બંને દ્વારા માન્ય હોય છે તેઓ સભ્યો કહેવાય છે. ૩૦૮

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348