________________
ચૈતન્ય (જ્ઞાન) પણ ઉત્પત્તિવાળુ છે) ઘટજ્ઞાન-પટજ્ઞાન વિગેરે જ્ઞાનો ક્યારેક
ક્યારેક થતા હોવાથી વસ્ત્રવિગેરેની જેમ એમાં કાર્યવની સિદ્ધિ થાય છે. તેથી ઘટસબંધી જ્ઞાન=ચૈતન્યમાં પણ કાર્યતા પ્રસિદ્ધ છે કારણ કે તે ઘટીયજ્ઞાન પટીયજ્ઞાન કોઇક સમયે થતા હોવાથી હેતુ વિશેષ્યાસિદ્ધ નથી.
હવે આ અનુમાનમાં વિશેષણાસિદ્ધ હેત્વાભાસ થાય છે આવી કોઈ શંકા કરે છે. કારણકે શરીર અને ઇન્દ્રિયો જ્ઞાનનું કારણ છે માટે બાધક દોષ દેખાતો નથી આથી ચૈતન્યમાં “વાધોપાત્ત” હેતુનો અંશ જે વિશેષણ છે.તે રહેતું નથી તો આવી દલીલની સામે ગ્રન્થકાર સમાધાન આપે છે. કે અમારો હેતુ વિશેષણાસિદ્ધનથી. કારણકે શરીર ઈન્દ્રિય અને વિષયો, ચૈતન્યના ધર્મો નથી (શરીરાદિ ઉપાધિવાળા છે માટે ચૈતન્યધર્મ નથી) ઘટની જેમ, જેમ ઘડો વર્ણાદિવાળો હોવાથી, અને ભૌતિક હોવાથી, ચૈતન્ય નથી તેમ શરીર ઇન્દ્રિય વિગેરે વર્ણવાળા હોવાથી, ભૌતિક હોવાથી ચૈતન્ય નથી (શરીરપાંચ ભૂતોથકી બનેલું હોવાથી ચૈતન્ય નથી) આવા પ્રકારના અનુમાન દ્વારા શરીર વિગેરેમાં ચૈતન્ય બાધક થાય છે તેથી અમારો હેતુ વિશેષણાસિદ્ધ નથી. તથા અમારો આ હેતુ વિરૂદ્ધ કે અનૈકાન્તિક પણ નથી કારણ કે સર્પક્ષ અને વિપક્ષ બંનેમાં રહે તે વ્યભિચારી કહેવાય અને જે વિપક્ષમાં રહે તે વિરૂદ્ધ કહેવાય છે પરંતુ અમારો હેતુ વિપક્ષ એટલે શરીરાદિમાં રહેનાર રૂપાદિ વિપક્ષથી અત્યંત વ્યાવૃત્ત છે. એટલે કે વિપક્ષમાં ક્યાંય રહેતો નથી માટે તે અનેકાત્તિક કે વિરૂદ્ધ પણ નથી માટે અનુમાન દ્વારા પ્રમાતા એવો આત્મા સિદ્ધ થાય છે. તથા ૩૫યોગનક્ષો નીવ: ઈત્યાદિ આગમવચનવડે પણ આગમ-પ્રમાણ દ્વારા આત્માની સિદ્ધિ થાય છે.
अथात्मनः परपरिकल्पितस्वरूपप्रतिषेधाय स्वाभिमतधर्मान् वर्णयन्ति
આત્માનું બીજા દર્શનકારોએ માનેલું સ્વરૂપ નિષેધ કરવા સ્વમાન્ય સ્વરૂપ બતાવે છે.
चैतन्यस्वरूपः, परिणामी:, कर्ता, साक्षाद्भोक्ता, स्वदेहपरिमाणः, प्रतिक्षेत्रं भिन्नः, पौगलिकाऽदृष्टवांश्चायम्॥७-५६॥
૨૯૪