________________
તત્ત્વનિર્ણિનીષ તથા પાંચમો ભાંગો-સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષની સાથે જિગીષ તથા છઠ્ઠો ભાંગો-સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષની સાથે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ અને સોળમો ભાંગો પરત્ર-તત્ત્વનિર્ણિનીષની કેવલીની સાથે કેવલજ્ઞાની આ ચાર ભાંગામાં વાદ સંભવતો નથી તેથી તે ચાર ભેદોને છોડીને બાર ભેદો જ (વાદમાં) બાકી રહે છે.
વિશેષાર્થ- બીજા આદિ ભંગમાં વાદ કેમ નથી થતો તેનું કથન પ્રમાણે છેઃ- (૨) જિગીષની સાથે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ આમાં વાદી જિગીષ છે તથા પ્રતિવાદી તત્ત્વનિર્ણિનીષ છે. પ્રતિવાદી પોતાનામાં તત્ત્વના નિર્ણયની કરાવવાની ઇચ્છાવાળો છે. પરંતુ વાદી જીતવાની ઈચ્છાવાળો હોવાથી પ્રતિવાદીના આત્મામાં તત્ત્વનો નિર્ણય કરાવી શકતો નથી પોતે જીતવાનો જ ઇચ્છુક હોવાથી, માટે આ બીજા ભંગમાં વાદ થઈ શકે નહીં. (૫) સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષની સાથે જિગીષ. આમાં વાદી પોતાના આત્મામાં તત્ત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળો છે. અને આમે પ્રતિવાદી જીતવાનો ઇચ્છુક હોય તો, વાદી જીતવાની ઇચ્છાવાળા પ્રતિવાદીની સાથે વાદ ન કરે કારણ કે વાદીને કોઈને જીતવામાં રસ નથી પરંતુ પોતાના આત્મામાં તત્વનો નિર્ણય કરવામાં જ રસ છે માટે પાંચમો ભાંગો વાદને માટે યોગ્ય નથી (૬) સ્વાત્મનિ તત્ત્વ નિર્ણિનીષની સામે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ આ ભાંગામાં વાદી અને પ્રતિવાદી બને પોતાનામાં જ તત્ત્વના નિર્ણાયક છે માટે તત્ત્વનો નિર્ણય થાય તો ભલે - ન થાય તો ભલે પરંતુ વાદ કરતા નથી. (૧૬) કેવલીની સાથે કેવલી આ છેલ્લા ભંગમાં વાદી અને પ્રતિવાદી બને કેવલી હોવાથી વાદ સંભવતો નથી.
अङ्गनियममेव निवेदयन्तिદરેક ભાંગામાં ચાર અંગમાંથી કેટલા અંગો ઘટી શકે તે જણાવે છે. तत्र प्रथमे प्रथम-तृतीय-तुरीयाणां चतुरङ्ग एव,
अन्यतमस्याप्यङ्गस्यापाये जय-पराजयव्यवस्थादि તથ્યJપત્તા ૮-૧૦
સૂત્રાર્થ- ઉપરોક્ત ચાર પ્રકારના પ્રારંભકમાંથી પહેલા વાદીમાં જિગીષ વાદી હોય ત્યારે પ્રથમ જિગીષ ત્રીજો=પરત્ર તત્ત્વનિર્ણિનીષ ક્ષયોપથમિક
૩૦૩