________________
દ્રવ્યત્વના અભેદથી [ધર્માસ્તિકાય, દ્રવ્ય છે એ પ્રમાણે જ્ઞાન થાય છે, તેમજ દ્રવ્યરૂપે તેનું કથન થાછે, તેની જેમ જ અધર્માસ્તિકાય પણ દ્રવ્ય છે તેમ જ્ઞાન થવાથી અને દ્રવ્ય છે તેમ તેને કહેવાય છે માટે હોવાથી =નામથી એટલે કે તે જ્ઞાન અને અભિધાન છએ દ્રવ્યમાં અભેદરૂપે (એકરૂપે) છે એ હેતુથી અનુમિત દ્રવ્યત્વરૂપે તે બધાના એકત્વનો સંગ્રહ કરાય છે]
સૂત્રગત વ્યવ–આદિ શબ્દથી ચેતન અને અચેતનત્વ રૂપ પર્યાયોમાં એકત્વ જાણવું કારણ કે પર્યાયવરૂપે તેમનામાં અભેદ હોવાથી એટલે કે પર્યાયત્વરૂપે કોઈ ભેદ છે નહીં.
एतदाभासमाहुः'द्रव्यत्वादिकं प्रतिजानानस्तद्विशेषान् निढुवानस्तदाभासः॥ ७-२१॥
સૂત્રાર્થ-દ્રવ્યવાદિ અપર સામાન્યને માનનાર ધર્માધર્માદિરૂપ વિશેષોનો પ્રતિક્ષેપ (ખંડન) કરનાર અભિપ્રાય વિશેષ અપરસંગ્રહાભાસ કહેવાય છે:
द्रव्यत्वादिसामान्यमङ्गीकृत्य तद्विशेषान् धर्माधर्मादीन् प्रतिक्षिपन्नभिप्रायविशेषस्तदाभासः-अपरसंग्रहाऽऽभास इत्यर्थः ॥ २१ ॥ .
ટીકાર્થ-દ્રવ્યત્વ વિગેરે સામાન્યને સ્વીકારીને ધર્માધર્માદિ વિશેષોનું ખંડન કરનાર અભિપ્રાય વિશેષ તદાભાસ-એટલે કે અપરસંગ્રહાભાસ છે.
उदाहरन्तियथा द्रव्यत्वमेव तत्त्वं, ततोऽर्थान्तरभूतानां द्रव्याणामनुपलब्धेरित्यादिः॥७-२२॥
સૂત્રાર્થ-જેમ કે દ્રવ્યત્વ જ તત્ત્વ છે, કારણ કે તેનાથી ભિન્ન દ્રવ્યો ઉપલબ્ધ થતા નથી વિગેરે.
तत:- द्रव्यत्वसकाशात् अर्थान्तरभूतानां- धर्माधर्माऽऽकाशादीनाम् તે ૨૨
ટીકાર્ય-તત એટલે દ્રવ્યત્વથી મારભૂતાનાં ધર્મ અધર્મ આકાશ વિગેરે દ્રવ્યોની ઉપલબ્ધિ છે જ નહીં માત્ર દ્રવ્ય જ તત્ત્વ છે એ રીતે અન્યની ઉપલબ્ધિ ન માનવી તે અપર સંગ્રહાભાસનું દૃષ્ટાન્તા છે.
ર૭૪.