________________
ટીકાર્થ જો કે ઇન્દ્ર શક્ર આદિ શબ્દો ઈન્દ્રત્વ શકત્વ વિગેરે પર્યાયવિશિષ્ટ અર્થના વાચક છે. માત્ર પર્યાયના નહિં, તો પણ સમભિરૂઢનય ના મતે દ્રવ્યવાચક ગૌણ હોવાથી તેની ઉપેક્ષા કરીને તથા પર્યાયવાચક જ મુખ્ય
સ્વીકારતો હોવાથી ઇન્દ્રવિગેરે શબ્દો દરેક પર્યાયને જણાવનાર હોવાથી ભિન્ન ભિન્ન અર્થના વાચક છે. શબ્દનય વિવિધ પ્રકારના પર્યાયના ભેદમાં અર્થનો અભેદ સ્વીકારે છે પરંતુ સમભિરૂઢનય પર્યાયભેદે અર્થભેદ સ્વીકારે છે એ પ્રમાણે સમભિરુઢ શબ્દનય કરતા વિશેષ છે. ઐશ્વર્યવાનું હોવાથી ઇન્દ્ર છે, સમર્થ હોવાથી શક છે, પુર નામના દૈત્યનો નાશ કરેલો હોવાથી, અર્થાત્ શત્રુના નગરને નાશ કરેલ હોવાથી પુરક્ટર, ઇત્યાદિ પર્યાયવાચી શબ્દોની વ્યુત્પત્તિ જુદી જુદી છે તેથી તેના વાચ્યાર્થ પણ જુદા જુદા છે. તેથી શબ્દભેદે અર્થભેદ આ નય સ્વીકારે છે પરંતુ અર્થભેદે શબ્દભેદને આ નય સ્વીકારતો નથી કારણ કે ઘણા શબ્દો અનેકાર્થક હોય છે. દા.ત. હરિ એટલે ઇન્દ્ર સિંહ વાંદરી સર્પ શંકર વિગેરે તથા ગો એટલે ગાય, વાણી, ભૂમિ, કિરણ વિગેરે અનેકાર્થક શબ્દોનો અર્થભેદ છે પણ શબ્દભેદ નથી માટે આ અર્થભેદ હોય ત્યાં શબ્દભેદ હોય જ એવી માન્યતા આ નયની નથી પરંતુ શબ્દભેદે અર્થભેદને આ નય સ્વીકારે છે તેથી કમળ, પંકજ, પદ્મ, અરવિંદ જુદા જુદા છે.
एतदाभासमाभाषन्तेસદૃષ્ટાન્ન સમભિરૂઢનયાભાસ જણાવે છે. पर्यायध्वनीनामभिधेयनानात्वमेव . કક્ષાતમાસ: ૭-૩૮ ||
સૂત્રાર્થ ઃ પર્યાયવાચી શબ્દોમાં વાચ્યાર્થને વિવિધપણે જ સ્વીકારતો સમભિરુઢાભાસ છે.
यः पर्यायशब्दानामभिधेयनानात्वमेवाभिप्रैति एकार्थाभिधेयत्वं पुनरमुष्य सर्वथा तिरस्कुरुते स तदाभासः समभिरूढाऽऽभासः ॥ ३८ ॥
ટીકાર્ય : જે પર્યાયવાચી શબ્દોથી કહેવા યોગ્ય (અર્થ)નું નાનાપણું જ સ્વીકારે પરંતુ તે વાચ્યાર્થનું કાર્ય સર્વથા તિરસ્કારે એટલે કે જુદા જુદા શબ્દ
૨૮૪