________________
ટીકાર્ય તહે- કાલ, કારક, વિગેરે ભેદથી તસ્ય શબ્દનો તમેવઅર્થભેદનું જ સમર્થન કરતો તતામા= શબ્દાભાસ છે એમ અર્થ કરવો તેનો ભાવ આ પ્રમાણે છે- જે અભિપ્રાય કાળઆદિના ભેદથી શબ્દના અર્થભેદનું જ સમર્થન કરે વળી દ્રવ્યત્વપણે રહેલ અભેદનો સર્વથા તિરસ્કાર કરે એટલે કે કાળ આદિના ભેદથી શબ્દથી અર્થમાં એકાંતે ભેદ માને, અને દ્રવ્યના અભેદનો એકાંતે અપલાપ કરે તે શબ્દનયાભાસ છે. 'હિત્તિयथा-बभूव भवति भविष्यति सुमेरु रित्यादयो भिन्नकाला: शब्दा भिन्नमेवार्थमभिदधति, भिन्नकालशब्दत्वात्, · .. તાંદસિદ્ધાચશદ્વદિત્યાદિ / ૭-રૂક છે,
જેમ કે સુમેરુ હતો - સુમેરુ છે. સુમેરુ હશે વિગેરે ભિન્નકાલીન શબ્દો, ભિન્ન પદાર્થનું જ કથન કરે છે. કારણ કે ભિન્નકાલવાચી શબ્દ છે, તેવા પ્રકારના સિદ્ધ થયેલા બીજા શબ્દોની જેમ.. . अत्रानुमाने "बभूव भवति भविष्यति सुमेरुरित्यादयो भिन्नकाला: शब्दा भिन्नमेवार्थमभिदधति" इति पक्षः । “भिन्नकालशब्दत्वात्" इति हेतुः । "तादृक्सिद्धान्यशब्दवद्" इति दृष्टान्तः । अनेनानुमानेन कालादिभेदेनार्थमेव स्वीकुर्वन् त्रिष्वपि कालेषु विद्यमानमप्यभिन्नं द्रव्यं सर्वथा तिरस्कुर्वनभिप्रायविशेषः शब्दनयाऽऽभासः ॥ ३५ ॥
ટીકાર્ય આ અનુમાનમાં ‘મેરુ હતો - છે અને થશે એ પ્રમાણે ભિન્ન કાળવાળા શબ્દો ભિન્ન અર્થને કહે છે.' એ પ્રમાણે પક્ષ (પ્રતિજ્ઞાવાક્ય) છે. ‘ભિન્નકાલવાચી શબ્દ હોવાથી આ હેતુવાક્ય છે. તેવા પ્રકારના સિદ્ધ થયેલા બીજા શબ્દની જેમ' આ દૃષ્ટાન્તવચન છે. આ અનુમાન દ્વારા કાલ વિગેરેના ભેદ દ્વારા અર્થભેદને જ સ્વીકારતો અને ત્રણે કાળમાં વિદ્યમાન હોવા છતાં પણ અભિન્ન એવા દ્રવ્યને એકાંતે તિરસ્કાર કરતો અભિપ્રાય વિશેષ તે શબ્દનયાભાસ છે. (નયમાં જ્યાં સુધી ઇષ્ટથી ઇતરની ઉપેક્ષા હોય ત્યાં સુધી તે નય રહે છે પણ જ્યારે ઈષ્ટથી અન્યનો તિરસ્કાર આવી જાય છે ત્યારે તે નય ન રહેતા નયનો આભાસ બની જાય છે.)
૨૮૨