Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 314
________________ ટકાર્થ-જો કે સુખ દુઃખ વિગેરે પર્યાયો આત્માદ્રવ્યને છોડીને ક્યારે પણ હોતા નથી તો પણ પર્યાયની જ્યારે પ્રધાનતારૂપે વિવક્ષા કરાય છે અને દ્રવ્યની ગૌણસ્વરૂપે વિવક્ષા કરાય છે ત્યારે આ પ્રમાણે પ્રયોગ થાય છે-હમણા સુખનો પર્યાય છે એજ રીતે અત્યારે દુઃખનો પર્યાય છે વિગેરે ઋજુસૂત્રના દેષ્ટાન્તો જાણવા યોગ્ય છે. ऋजुसूत्राभासं ब्रुवतेઋજુસૂત્રાભાસ સદૃષ્ટાન્ત બતાવે છે. सर्वथा द्रव्यापलापी-तदाभासः ॥ ७-३० ॥ સૂત્રાર્થ-એકાન્ત દ્રવ્યનો અપલાપ કરનાર અભિપ્રાય ઋજુસૂત્રાભાસ નય કહેવાય છે. ... यः पर्यायानेव स्वीकृत्य सर्वथा द्रव्यमपलपति सोऽभिप्रायविशेष ऋजुसूत्राऽऽभास इत्यर्थः ॥ ३० ॥ ટીકાર્થ-જે અભિપ્રાય પર્યાયોને સ્વીકારીને સર્વથા એકાંતે દ્રવ્યનો નિષેધ કરે છે તે ઋજાસૂત્રાભાસ સાહન્તિ– યથા–તથા તમતમ્ | ૭-૩૬ . સૂત્રાર્થ- જેમકે બૌદ્ધદર્શન તે ઋજાસૂત્રાભાસનયનું દૃષ્ટાન્ત છે. .. तथागतमतम्-बौद्धमतम्। बौद्धो हि प्रतिक्षणविनश्वरान् पर्यायानेव पारमार्थिकत्वेनाभ्युपगच्छति, प्रत्यभिज्ञादिप्रमाणसिद्धं त्रिकालस्थायि तदाधारभूतं द्रव्यं तुं तिरस्कुरुते इत्येतन्मतमृजुसूत्राभासत्वेनोपन्यस्तम् ॥ ३१॥ 1 ટીકાઈ- બોદ્ધમત-બૌદ્ધો પ્રતિક્ષણ વિનશ્વર પર્યાયોને જ વાસ્તવિકરૂપે સ્વીકારે છે. પરંતુ તે પર્યાયોના આધારભૂત પ્રત્યભિજ્ઞાદિ પ્રમાણો દ્વારા પ્રસિદ્ધ અને ત્રણે કાળમાં રહેલા દ્રવ્યનો તિરસ્કાર કરે છે. સૈકાલિક દ્રવ્યની સાથે પર્યાયનો સબંધઅનુભવસિદ્ધ છે “હું નાનો હતો હું યુવાન છું હું ઘરડો થઇશ” અહિં ત્રણ જુદા જુદા પર્યાયોની પ્રતીતિમાં પણ “હું”ની એક સરખી પ્રતીતિ થાય છે છતા બૌદ્ધ વર્તમાન ક્ષણે વિદ્યમાન પર્યાયને માને છે દ્રવ્યને નહિં તેથી તે ઋજાસૂત્રાભાસ છે. - ર૭૯

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348