________________
ટીકાર્ય-“વિશ્વ-એટલે જગત એક સ્વરૂપે છે સત્પણે સમાન હોવાથી એટલે સત્ એ પ્રમાણે જ્ઞાન અને નામ વડે અવિશેષઃસંદેશપણે જણાય છે” આ અનુમાનવડે સઘળાય વિશેષોમાં ઉદાસીનપણાને અવલંબન કરતો સત્તાના અદ્વૈતને સ્વીકારનારો નય પરસંગ્રહ છે.
एतदाभासमाहुःसत्ताद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान् निराचक्षाणस्तदाभासः॥ ७-१७॥ यथा सत्तैव तत्त्वं, ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् ॥ ७-१८ ॥
સૂત્રાર્થ-(એકાંતે) સત્તામાત્રને સ્વીકારનાર અને સકલવિશેષને (ઘટાદિ પર્યાયોને) તિરસ્કાર કરનાર અભિપ્રાય પરસંગ્રહાભાસ કહેવાય છે. અહીં તિરસ્કારતો હોવાથી આભાસ છે જ્યાં સુધી ઉપેક્ષા કરે ત્યાં સુધી નય કહેવાય પણ તિરસ્કાર કરે તો તે તેનો આભાસ બની જાય છે.) જેમ કે સત્તા જ તત્ત્વરૂપ છે. તેનાથી ભિન્ન વિશેષ (પર્યાયો) દૃષ્ટિગોચર (અનુભવનો વિષય) બનતા નથી.
अद्वैतवादिनो हि सत्ताऽतिरिक्तं वस्त्वन्तरं नाङ्गीकुर्वन्ति, अतोऽद्वैतदर्शनं સંગ્રહામાસત્વેન જ્ઞાતિવ્યમ્ / ૨૮ |
ટીકાર્ય-અદ્વૈતવાદીઓ ખરેખર સત્તાથી ભિન્ન બીજી વસ્તુનો સ્વીકાર કરતા નથી તેથી તદર્શન સંગ્રહાભાસ રૂપે જાણવા યોગ્ય છે. '
अथापरसंग्रहमाहुःદૃષ્ટાન્ત સહિત અપરસંગ્રહ અને અપરસંગ્રહાભાસનું સ્વરૂપ બતાવે છે. द्रव्यात्वादीन्यवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गजनिमिलिकामवलम्बमानः पुनरपरसंग्रहः ॥ ७-१९ ॥
સૂત્રાર્થ-દ્રવ્યત્યાદિ અવાન્તર સામાન્યોને માનનાર પરંતુ તેના ભેદોમાં ગજનિમીલિકાને અવલંબનાર (આંખ મીચામણા કરનાર) અભિપ્રાય અપરસંગ્રહ નય કહેવાય છે.
૨૭૨