________________
પ્રમાણનો ફલાભાસ જણાવે છે. अभिन्नमेव भिन्नमेव वा प्रमाणाद् फलं तस्य तदाभासम्॥६-८७॥
સૂત્રાર્થ--પ્રમાણનું ફલ પ્રમાણથી સર્વથા અભિન્ન જ છે અથવા સર્વથા ભિન્ન જ છે એવું મન્તવ્ય તે પ્રમાણનો ફલાભાસ છે. . __ अभिन्नमेव प्रमाणात् फलं बौद्धानाम्। भिन्नमेव नैयायिकादीनाम् । तस्य प्रमाणस्य फलाऽऽभासमिति । वस्तुतः प्रमाणात् फलस्यं भिन्नाभिन्नत्वं प्रागुपदर्शितम्॥ ८७ ॥
ટીકાર્ચ- પ્રમાણથી પ્રમાણનું ફળ અભિન્ન જ છે એમ બૌદ્ધો માને છે પ્રમાણથી પ્રમાણનું ફલ ભિન્ન જ છે એમ નૈયાયિકો માને છે. તે બંને પ્રમાણને ફલાભાસ છે વાસ્તવિક રીતે તો પ્રમાણથી પ્રમાણફળનું ભિન્નભિન્નપણે પૂર્વે સિદ્ધ થઈ ગયું છે.
इति बालबोधिन्याख्यया टिप्पण्या विभूषिते ।
श्रीवादिदेवसूरिसंदृब्धे प्रमाणनयतत्त्वालोके - પ્રત્યક્ષસ્વરૂપનિયો ક8: પરિચ્છે
એ પ્રમાણે બાલબોધિની નામની ટીપ્પણી વડે શોભતા એવા વાદિદેવ સૂરિજીએ રચેલા પ્રમાણનયતત્તાલોકગ્રંથમાં પ્રમાણના ફળ અને સ્વરૂપાદિના આભાસનો નિર્ણય નામનો છઠ્ઠો પરિચ્છેદ...
૨૬ ૨