________________
| મમઃ પરિચ્છેદ્રઃ एतावता प्रमाणतत्त्वं व्यवस्थाप्येदानीं नयतत्त्वं व्यवस्थापयन्तिનયનું સ્વરૂપ બતાવે છે. તેમાં નયનું સામાન્ય લક્ષણ જણાવે છે. नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः, स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ॥७-१॥
સૂત્રાર્થ-આગમ નામના પ્રમાણથી વિષય કરાયેલ–શ્રુતજ્ઞાનથી જાણેલ, પદાર્થનો કોઈ એક અંશ(ધર્મ) વિષે તેનાથી અન્ય અંશોને ગૌણ કરીને જે અભિપ્રાય આપવામાં આવે તે અભિપ્રાય વિશેષ નય કહેવાય છે. .. श्रुताख्यप्रमाणविषयीकृतस्य शाब्दबोधे प्रतिभासमानस्यार्थस्य, एकदेशः-अनन्तांशात्मके वस्तुनि एकोऽश:- तदितरांशौदासीन्यतो येनअभिप्रायविशेषेण जीयते-ज्ञायते स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ॥ १ ॥
ટીકાઈ- શ્રુત નામના પ્રમાણમા વિષયભૂત, શબ્દબોધમાં જણાતા એવા પદાર્થનો અનંતઅંશાત્મક એવી વસ્તુનો એક અંશ, અને તેનાથી ઇતર એટલે ભિન્નધર્મોમાં ઔદાસીન્યતાથી જે અભિપ્રાય વિશેષ પ્રમાતાને જણાય છે તે
અભિપ્રાય વિશેષ નય કહેવાય છે. . વિશેષાર્થ-કોઈપણ વસ્તુમાં કોઇપણ એક અંશનું જ્ઞાન થાય અને બીજા અંશોનો જેમાં નિષેધ ન હોય જેમ કે “ઘટ સત્ છે” આ જ્ઞાનમાં “ઘટ વસ્તુ છે તે નિત્ય-અનિત્યત્વ સર્વો-અસત્ત્વ ભિન્નત્વ-અભિશત્વ પૃથુબુદ્ધોદરાદિપણું વિગેરે અનંતધર્માત્મક છે એમાંથી- એટલે કે અનંત અંશોમાંથી ઘટમાં સત્ત્વાંશ આ જ્ઞાનમાં વિવક્ષિત કરાયેલો છે અને બીજા અંશો ગૌણ રૂપે છે, છતાં હમણાં અવિવક્ષિત છે તેથી “દ: સન" આવા પ્રકારનો અધ્યવસાય તે નય કહેવાય છે. '
नयसामान्यलक्षणमुक्त्वा नयाभासस्य लक्षणं दर्शयितुमाहुः- .
૨૬૩